ગાંધીનગરઃ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ગાંધીનગર ડિવિઝન દ્વારા આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સે સુરક્ષા પૂરી પાડતા માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર દુનિયા કોરોના વાઇરસની મહામારીથી બચવા માટે રસ્તા શોધી રહી છે. નાગરિકોની સાથે હવે કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ, પત્રકારો અને મેડિકલ હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકો પોઝિટિવ આવી રહ્યાં છે. અનેક તબીબો અને નર્સ અને સુવિધા મળતી નથી, તેવા સમાચારો પણ મળ્યા છે. આવા સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને નર્સિંગ સ્ટાફને આજે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ગાંધીનગર ડિવિઝન દ્વારા માસ્ક અને સેનેટાઈઝર આપવામાં આવ્યાં હતાં.
જીવન વીમા નિગમના સિનીયર ડિવીઝનલ મેનેજર કે.આર. બાલાસુબ્રમણ્યમે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી કોરોના વાઇરસનો કેર જોવા મળી રહ્યો છે. બજારમાં સુરક્ષા પૂરી પાડતા સેનેટાઈઝર અને માસ્કની અછત પણ હોવાનું જાણવા મળી શકે તેવા સમયે કોરોના વોરિયર્સ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને આપવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓને પોતાનો પરિવાર હોય છે, ત્યારે તેમનો પરિવાર અને પોતે પણ સુરક્ષિત રહે તેવા હેતુ સાથે અમે વિતરણ કર્યું હતું. આ સમયે સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.