- 35 કરોડના ખર્ચે બનેલા ઘ 4 અંડર પાસમાં સામાન્ય વરસાદથી જ લીકેજ
- નબળી કામગીરીની તંત્રની પોલ ખોલી
- મુખ્યપ્રધાને કર્યું હતું ઈ લોકાર્પણ
ગાંધીનગર : એક માસ પહેલાં જ શરૂ કરાયેલા અંડર પાસની નબળી કામગીરીની પોલ ખૂલી છે, પાટનગરના ઘ 4 અંડર પાસમાં થયેલી નબળી કામગીરીએ તંત્રની પોલ ખોલી છે. અંડર પાસના ઉદ્ઘાટન થયાને હજૂ માંડ એકથી દોઢ માસ જ થયો છે, મુખ્યપ્રધાન દ્વારા અંડર પાસનું ઈ લોકાર્પણ કરાયું હતું.
આ પણ વાંચો - NDRFની 100 ટીમ ફિલ્ડમાં, 1 લાખથી વધુ વૃક્ષ ધરાશાયી થવાની શક્યતા, ખેતીને પણ નુકસાન
એક જ વરસાદમાં નબળી કામગીરીએ તંત્રની પોલ ખોલી
ગાંધીનગરના ઘ 4 પાસેનો અંડર પાસમાં નબળી કામગીરી અત્યારથી જ નહીં, પરંતુ આ પહેલાથી જ પુરવાર થઈ ગઈ છે. કેમ કે, અંડરપાસનો રોડમાં પણ નાના ગાબડા પડી ગયા હતા. દસ દિવસ પહેલા જ આ ગાબડા સામે આવતા તંત્ર સામે સવાલ ઉભા થયા હતા, પરંતુ અત્યારે ફરી આ લીકેજ થતા નબળી કામગીરી પુરવાર થઈ છે. 3 દિવસ પહેલા ગાબડા પૂરવાનું કામ થયું હતું. તેવામાં જ વરસાદમાં ફરી આ બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચો - અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ : મેમનગરમાં બે વૃક્ષ એક જ સાથે ધરાશાયી થતા રસ્તા બ્લોક