ETV Bharat / city

ઇન્ટર્ન ડૉક્ટર્સના આગેવાનોએ આરોગ્ય પ્રધાન સાથે બેઠક યોજી બિનશરતી રીતે હડતાલ મોકૂફ રાખી - Gandhinagar

ગત ત્રણ દિવસથી ઇન્ટર્ન ડૉક્ટર દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઇન્ટર્ન ડૉક્ટરને ઓછું સ્ટાઈપેન્ડ આપવામાં છે. જેથી ગુજરાતમાં પણ ઇન્ટર્ન ડૉક્ટરને  વધુ સ્ટાઇપેન્ડ આપવામાં આવે તે મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી. જેમાં બુધવારે આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સાથે બેઠક બાદ ડૉક્ટર આગેવાનો દ્વારા હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

health minister
health minister
author img

By

Published : Dec 16, 2020, 10:09 PM IST

  • ઇન્ટર્ન ડૉકટર્સ હડતાલની બિનશરતી રીતે મોકૂફ
  • આરોગ્ય પ્રધાન સાથે બેઠક યોજ્યા બાદ નિર્ણય લેવાયો
  • હવે તમામ ઇન્ટર્ન ડૉકટર ફરજ પર જોડાશે

ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ઇન્ટર્ન ડૉક્ટર દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા. અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઇન્ટર્ન ડૉક્ટરને ઓછું સ્ટાઈપેન્ડ આપવામાં છે. જેથી ગુજરાતમાં પણ ઇન્ટર્ન ડૉક્ટરને વધુ સ્ટાઇપેન્ડ આપવામાં આવે તે મુદ્દે હડતાળ કરવામાં આવી હતી. જેમાં બુધવારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સાથે ડૉક્ટર આગેવાનોએ બેઠક યોજી હતી. જે બાદ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય ડૉક્ટર આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.

ઇન્ટર્ન ડૉક્ટરોના આગેવાનોએ આરોગ્ય પ્રધાન સાથે બેઠક યોજી બિનશરતી રીતે હડતાલ મોકૂફ રાખી

બિનશરતી રીતે હડતાલ મોકૂફ રાખવામાં આવી

બેઠક બાદ ડૉક્ટર આગેવાનોએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આરોગ્ય પ્રધાન નીતિન પટેલ સાથે બેઠક કર્યા બાદ તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. તમામ મુદ્દા પર ચર્ચા કર્યા બાદ અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બિનશરતી રીતે હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે અમારી માગ પર સરકાર આગામી સમયમાં વિચારણા કરીને નિર્ણય કરશે.

અન્ય રાજ્યમાં 30,000 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે

સોમવારથી સમગ્ર રાજ્યમાં ઇન્ટર્ન ડૉક્ટર્સ દ્વારા સ્ટાઈપેન્ડને લઈને હડતાલ પાડવામાં આવી હતી. જે દરમિયાન ઇન્ટર્ન તબીબો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાત સિવાય અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, તમિલનાડુ તેલંગાણા જેવા સાઉથ ઇન્ડિયાના રાજ્યોમાં 30,000 રૂપિયા જેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, પરંતુ ગુજરાત રાજ્યમાં 13,000 રૂપિયા જેટલું જ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે 20,000 રૂપિયા કરી આપવાની માગ સાથે સરકાર સામે ઇન્ટર્ન ડૉકટર્સે બાયો ચડાવી હતી.

આંદોલનમાં 2000 જેટલા ડૉક્ટર્સ જોડાયા

છેલ્લા 3 દિવસથી રાજ્યમાં 2000 જેટલા ડૉક્ટર્સ હડતાલ પર હતા અને તેમની માગ હતી કે, રાજ્ય સરકાર જે સ્ટાઈપેન્ડ આપે છે. તેમાં 7,000નો વધારો કરે. આ ઉપરાંત વધારાના કલાકના કામોના પણ સરકારે વધારાના રૂપિયા ચૂકવે, પરંતુ રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે બુધવારે આગેવાનો સાથે બેઠક યોજીને બેઠક હતી. જે બાદ ડૉક્ટર્સ આગેવાનોએ હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.

આ પહેલા નીતિન પટેલે રાજ્યના ઇન્ટર્ન ડૉકટર્સની હડતાલ ગેરવ્યાજબી ગણાવી હતી

સોમવારે જ્યારે તબીબો હડતાળ પર ઉતર્યા હતા ત્યારે આરોગ્ય પ્રધાન નીતીન પટેલે આ હડતાલને ગેરવાજબી ગણાવી હતી અને ડૉક્ટર્સને પોતાના કામ પર પરત ફરવાની સૂચના પણ આપી હતી. આ સાથે જ જો તેમને ફરજ પર પરત નહીં ફરે તો તેમને આડકતરી રીતે પીજીમાં એડમિશન મેળવવામાં તકલીફ પડશે. તેવી પણ ચીમકી આપી હતી. તેમ છતા પણ જો એ બે દિવસ સુધી હડતાલ કરી અને સરકાર સાથે વાટાઘાટો કરીને હડતાલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.