- બસ્તિખાન ખિલજી ગેંગના કુખ્યાત શખ્સોની ધરપકડ
- ગાંધીનગર LCB અને સેક્ટર 7 દ્વારા કરાવામાં આવી રેડ
- ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર કર્યા કબ્જે
ગાંધીનગર: શહેરમાં સેન્ટ ઝેવિયર્સ પાસે 4થી 5 ગાડીઓ સાથે ઘાતક હથિયારો સાથે દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા નામના માણસ પાસે પૈસાની લેતી દેતી મામલે મારામારી કરવા 6 લોકો આવ્યા છે તેવી પોલીસને બાતમી મળી હતી. જે મામલે, સેક્ટર 7 પોલીસના સ્ટાફે રેડ કરી ત્યાં 13 લાખ 22 હજારથી વધુની રકમ, મોબાઈલ ફોન વગેરે કબજે કર્યા હતા. ધાડનો ગંભીર ગુનો અટકાવી તમામ વિરૂદ્ધ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં 399, 402, GP એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: અભિનેત્રી મુનમુન દત્તા વિરુદ્ધ નોંધાઈ અમદાવાદમાં પોલીસ ફરિયાદ
મિર્ઝાપુરના બસ્તીખાન ખીલજી ગેંગના 6 સાગરીતોની ધરપકડ કરાઈ
ગાંધીનગરના દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડા નામના વ્યક્તિ પાસેના પૈસાની લેતી દેતી મામલે લૂંટના ઇરાદે આવેલા અમદાવાદના મિર્ઝાપુરના બસ્તીખાન ખીલજી ગેંગના કુખ્યાત ફિર્દોષ ઈસ્માઇલ ઉર્ફે બસ્તિખાન ખિલજી સહિત, ગૌતમ ઉર્ફે પંદરીઓ વિનોદ મકવાણા, ધર્મેશ કેશવ પાટડિયા, અલ્પેશ દીપક કતપરા, કમલેશ મનુ વસાવા, નિકીન કુમાર કાનજી પટેલની તીક્ષ્ણ હથિયારો સાથે ધરપકડ કરી હતી. હજુ પણ આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: કારના ગુપ્ત ખાનામાં 4.5 કરોડ રૂપિયા સંતાડીને બોર્ડર પાર કરી રહેલા 2 ગુજરાતીઓને રાજસ્થાન પોલીસે પકડ્યા
પોલીસે આરોપીઓને ઝડપી લૂંટની ઘટનાને રોકવામાં સફળતા મેળવી
ગાંધીનગર સેક્ટર 8 સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે શખ્સો ઘાતક હથિયાર સાથે આવ્યા હોવાની માહિતીને પગલે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસે રહેલી ગાડી, તલવાર, ધારિયા સહિતના તીક્ષ્ણ હથિયાર કર્યા કબ્જે હતા. આ પકડાયલા આરોપીઓ સામે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ખૂન અને મારા-મારી જેવા ગુના નોંધાયેલા છે.