ગાંધીનગર : રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, હવે આ પ્રક્રિયાને વધુ સરળ બનાવતા જુદા-જુદા ત્રણ તબક્કે મે સુધી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અભિનય સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર કક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડી દીધું છે. આ જાહેરનામું ફાઈનલ થયા બાદ રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે જ્યારે આ નિર્ણયથી હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઈ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે.
આમ રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી લોકોના કામ ઝડપી થશે, જ્યારે સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે હક પત્રક એટલે ગામ નમૂના નંબર 6 જેમાં હક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે 11 પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય કરવાની સત્તા નાયબ મામલતદારની છે.