મહિલાઓની સુરક્ષા બાબતે મહિલા આયોગના અધ્યક્ષે આ વિષયને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં હાલ દરેક જિલ્લા દીઠ એક શાળા નક્કી કરવામાં આવી છે. એટલે અત્યારે કુલ 33 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે.આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને આ તાલીમ આપવામાં આવશે.ત્યારબાદ સમગ્ર રાજ્યની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. હાલ રાજ્યની તમામ શાળામાંથી 2 શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે અને તેમને તાલીમ આપ્યા બાદ તે શિક્ષકો તેમની શાળામાં વિદ્યાર્થિનીઓને તાલીમ આપશે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફક્ત 33 શાળાના શિક્ષકો સાથે કવચ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે.આ કાર્યક્રમમાં બાળકીઓ છેડતી બાબતે ક્યાં પ્રકારના પગલાં લેવા અને દીકરીઓએ પોતાની સ્વ સુરક્ષા માટે શું કરવું તે અંગેની સમજણ આપવામાં આવશે.