- ભાજપના સભ્ય અને પૂર્વપ્રધાને સરકારી નિયમો નાખ્યા ખાડામાં
- લગ્ન પ્રસંગમાં કર્યા હજારો લોકોને ભેગા
- રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ
- સામાન્ય લોકોને 100 વ્યક્તિની મંજૂરી, કાન્તિ ગામીતે ભેગા કર્યા હજારો મહેમાન
ગાાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિ અને મરણ પ્રસંગમાં 50 વ્યક્તિઓને જ એકઠા થવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાન્તિ ગામીતે હજારો વ્યક્તિઓને પ્રસંગમાં ભેગા કર્યા હતા. હવે રાજ્ય સરકાર કાન્તિ ગામીત વિરુદ્ધ કેવા પગલાં ભરશે તે પણ જોવું રહ્યું...
લગ્નપ્રસંગ માટે મેદાનમાં લોકો ખીચોખીચ ભરેલા હતા, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા
કાન્તિ ગામીતે તે પોતાની પૌત્રીના લગ્ન પ્રસંગ દરમિયાન સરકારની ગાઈડલાઈનની વિરુદ્ધમાં હજાર લોકોને આમંત્રણ આપ્યું હતું અને ખુલ્લા મેદાનમાં જ તેઓને એકઠા કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે સામાજિક અંતર એટલે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની વારંવાર વાત કરવામાં આવે છે તે સોશિયલ ડિસ્ટન્સની વાતને પણ કાંતિ ગામીતે ખાડામાં નાખ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાના દૃશ્યો સર્જાયા હતા.
પ્રદીપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ
સોશિયલ મીડિયામાં મંગળ ગામીતના પ્રસંગનો વીડિયો વાયરલ થતાની સાથે જ રાજ્ય સરકારમાં પ્રસંગના પડઘાં પડ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કાન્તિ ગામીતે કરેલા પ્રસંગ અને લોકોને ભેગા કરેલા મુદ્દા ઉપર તપાસ કરવાની રીત આદેશ આપ્યા હતા, જેમાં અત્યારે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હવે પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને કેવા નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું..