ગાંધીનગર : 14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ બે દિવસીય ચોમાસુ સત્ર મળ્યું છે. સરકાર દ્વારા આગામી સમયમાં આવી રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આ સત્રમાં મહત્વના નિર્ણયો લોકો માગણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા કેટલાક સમયથી વનરક્ષક કર્મચારીઓની જે 14 માંગણી હતી તેમાંથી 11 જેટલી માગણી ગુજરાત સરકારે સ્વીકારી છે.
વનરક્ષકોની માંગણી અંગે જીતુ વાઘાણીનું નિવેદન સરકારે કરેલા નિર્ણય અંગે પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકારે વનરક્ષકોની જે માગણીઓ સ્વીકારી તેમાં જેમાં રજાના દિવસોમાં અને જાહેર રજાના પગાર આપવામાં આવે તે માગણી સ્વીકારી લીધી છે. સાથે જે નીતિ વિષયક બાબત છે તે અંગે પણ નિણર્ય આગામી સમયમાં કરવામાં આવશે.
આશાવર્કરો આંદોલન સમેટી ફરજ પર હાજર આ ઉપરાંત આંગણવાડી બહેનો પણ છેલ્લા ઘણા સમયથી પોતાની માગણી સરકાર સામે મૂકી રહી છે. તેમના પ્રતિનિધિઓએ આજે સરકાર સાથે બેઠક કરીને પોતાની રજૂઆત કરી હતી. જેમાં સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. જેને પગલે આશાવર્કર બહેનો આંદોલન પૂર્ણ કરી ફરજ પર હાજર થશે.