ETV Bharat / city

Gujarat Congress New President: જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈ કમાન્ડે લગાવી મહોર - ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ જેઠવા

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી નવા પ્રમુખ અંગે કોકડું ગૂંચવાયેલું હતું. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ (Gujarat Congress New President) અને ગુજરાત વિધાનસભાના નવા વિરોધ પક્ષના નેતાના નામ નક્કી થઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની પસંદગી (Jagdish Thakor new President of Gujarat Congress) કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક બાદ સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવી હતી.

Gujarat Congress New President: જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈ કમાન્ડે લગાવી મહોર

author img

By

Published : Dec 3, 2021, 1:05 PM IST

Updated : Dec 3, 2021, 2:38 PM IST

  • જગદીશ ઠાકોર બન્યા પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ
  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખની સત્તાવાર જાહેરાત
  • હાઈકમાન્ડે અમિત ચાવડાની કામગીરીની કરી પ્રશંસા

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાતની રાહ જોતા લોકોની (Gujarat Congress New President) આતુરતાનો અંત આવ્યો છે. હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની (Jagdish Thakor new President of Gujarat Congress) પસંદગી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન (Leader of Thakor Samaj of North Gujarat) અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર 2 વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી વર્ષ 2002 અને વર્ષ 2007 સતત 2 વખત જીતેલા જગદીશ ઠાકોર (Former MP Jagdish Thakor) 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. તેઓ વર્ષ 2009માં પાટણ લોકસભા બેઠક લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા... આમ, જગદીશ ઠાકોર વર્ષ 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.

જગદીશ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ

ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં (Jagdish Thakor North Gujarat) સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે એ વખતે જાહેરાત કરી હતી કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર્તા તરીકે જ કામ કરશે. તેમની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી (Jagdish Thakor's political career) સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું, પરંતુ 5 વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈ કમાન્ડને (Congress High Command) પોતાની તાકાત અને મહત્ત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

કોણ છે જગદીશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર 2 વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દહેગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યના પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જ્યારે 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાસંદ રહી ચૂક્યા છે.

જગદીશ ઠાકોરના વિવિધ રાજકીય હોદ્દાઓ

  • વર્ષ 1973થી વિદ્યાર્થી નેતૃત્વ
  • વર્ષ 1975માં અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના સચિવ બન્યા
  • વર્ષ 1980માં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના કારોબારી સભ્ય બન્યા

જગદીશ ઠાકોરની કોંગ્રેસ પક્ષમાં ઉપપ્રમુખ તરીકેની ભૂમિકાઃ

  • વર્ષ 1985થી 1994 ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ
  • પ્રતિનિધિ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)
  • વર્ષ 1998 થી 1999 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના OBC સેલના પ્રમુખ રહ્યા
  • હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ઓબીસી સેલના પ્રભારી પણ છે
  • વર્ષ 1998માં કપડવંજની લોકસભાની ચૂંટણી લડી પાર્ટી ટિકિટ ઓફર કરતી હતી

જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી પર એક નજરઃ

  • જગદીશ ઠાકોરે 5 ફેબ્રુઆરી 1983થી 22 મે 1983 સુધી રાજકોટથી રતનપુર પદયાત્રા યોજી હતી
  • તાલકટોરા સ્ટેડિયમ ખાતે "કોંગ્રેસ સંમેલન" માં પ્રતિનિધિ તરીકે હાજરી આપી
  • સ્વ. ઈન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ વર્ષ 1983માં પોરબંદરથી રતનપુર સુધીના “ઇન્દિરા જ્યોત” પ્રોગ્રામના કન્વીનર રહ્યા હતા.
  • 19 ઓગસ્ટ 1986માં કન્વીનર પરિવહન સમિતિ
  • 12 માર્ચ 1988થી 5 એપ્રિલ 1988 દરમિયાન દાંડી યાત્રા યોજી
  • વર્ષ 2002માં દહેગામથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • વર્ષ 2007માં ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા
  • દહેગામથી અને પછી કોંગ્રેસ પાર્ટીના ચીફ વ્હિપ બન્યા

ગુજરાત વિધાનસભામાં જગદીશ ઠાકોર

  • સંસદ સભ્ય- પાટણ લોકસભા 2009 થી 2014
  • સભ્ય- લોકસભા 2009થી 2014 માં કૃષિ સમિતિ
  • સભ્ય- લોકસભા 2009થી 2014માં ટેક્સટાઈલ કમિટી
  • સભ્ય- લોકસભા 2009થી 2014 માં સાંસદ LADS સમિતિ
  • જગદીશ ઠાકોર વર્ષ 2018માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે ખેડા જિલ્લાના પ્રભારી બન્યા હતા.

વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પણ જાહેરાત થશે

ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવી જેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પંસદગી (Leader of Opposition in Gujarat Legislative Assembly Sukhram Jethwa) કરવામાં આવી છે. તેઓ અત્યાર સુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, જેમાં 5 વખત વિજેતા બન્યા છે. 7 વખત છોટાઉદેપુર બેઠક ઉપર લડ્યા છે. જ્યારે વર્ષ 2012 અને 2017માં પાવી જેતપુર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. પાવી જેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જ્યંતિ રાઠવા સામે 4,273 મતોથી હાર્યા હતા.

આ પણ વાંચો- પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને કોંગ્રેસના સભ્ય બનાવવા ગયેલી જિલ્લા સમિતિએ ખુરશીને ખેસ પહેરાવી માન્યો સંતોષ

આ પણ વાંચો- ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

Last Updated : Dec 3, 2021, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.