ETV Bharat / city

Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે

ભાજપના મહિલા પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી પર દારૂ પીને છેડતીની ફરિયાદ (FIR Against Isudan Gadhvi)માં 13 દિવસ બાદ FSLમાંથી ઇસુદાન ગઢવીનો પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે આજે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન હાજર (Isudan Gadhvi Surrender) થઇ પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં ભાજપના દબાણ હેઠળ રીપોર્ટ સાથે છેડછાડના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે
Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે
author img

By

Published : Jan 3, 2022, 7:52 PM IST

ગાંધીનગર: પેપર લીક કૌભાંડ (Head clerk paper leak) મામલે આમ આદમીના કાર્યકર્તાઓેએ કમલમ ખાતે વિરોધ પ્રદર્શન (AAP protest at kamalam)કર્યો હતો અને ત્યારબાદ ભાજપના મહિલા પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી પર દારૂ પીને છેડતી કરી હોવાની ફરિયાદ (FIR Against Isudan Gadhvi) કરી હતી. જેમાં 13 દિવસ બાદ FSLમાંથી ઇસુદાન ગઢવીનો પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે આજે ઈશુદાન ગઢવી બપોરે 1.45 કલાકની આસપાસ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે સામેથી હાજર (Isudan Gadhvi Surrender ) થયા હતા જેમાં 4.15 કલાકની આસપાસ તેમની ધરપકડ બતાવીને 4.45 કલાકે જામીન આપવામાં આવ્યા હતા.

Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે

પોલીસ સ્ટેશનમાં કલાક પ્રમાણે ઘટનાક્રમ

1.45 કલાકે ગાંધીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા

4.15 કલાકે ધરપકડ બતાવવામાં આવી

4.45 કલાકે જામીન પર મુક્ત કરવામાં આવ્યા

આંદોલન કરવું એ તમામ લોકોનો હક છે

જામીન આપ્યા બાદ ઈસુદાન ગઢવી પોલીસ સ્ટેશનની બહાર જ પત્રકાર પરિષદને સંબોધતાં (Isudan Gadhvi on Liquor Report) જણાવ્યું હતું કે, અમે પેપર લીક બાબતે આંદોલન કરવા માટે પહોંચ્યા હતા અને આંદોલન કરવું એ તમામ લોકોનો હક છે અને 27 વર્ષીય જૂની અહંકારી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, જ્યારે અનેક લોકો આંદોલન કરવા માટે તૈયાર છે, પરંતુ જે તે વ્યક્તિ સરકારમાં અધિકારી અથવા તો સરકારી નોકરીઓમાં હોવાના કારણે તેઓ આંદોલન કરી શકતા નથી, પરંતુ તેઓના માટે અમે છીએ પણ વિપક્ષ આંદોલન કરશે અને અમે આંદોલન કર્યા પછી જેલમાં જવા માટે પણ લખતા નહીં હોવાનું નિવેદન પણ ઈસુદાન ગઢવીએ આપ્યું હતુ.

મેં કોઈ છેડતી નથી કરી, મેં દારૂ પણ નથી પીધો

ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં કોઈપણ પ્રકારની છેડતી કરી નથી, જ્યારે મને તો ગાંધીનગર પોલીસે પકડી રાખ્યો હતો ત્યારે હું કઈ રીતે છેડતી કરી શકું. ઉપરાંત દારૂ બાબતે પણ સ્પષ્ટતા કરતાં ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતું કે, મેં આજ દિન સુધી ક્યારેય પણ દારૂ લીધો નથી અને દારૂ પીધો પણ નથી, પરંતુ જે રીતનો આ રિપોર્ટ આવ્યો છે તેને કોર્ટમાં પડકારીશું અને ત્યારે શું થયું હશે તે સ્પષ્ટ સામે આવશે.

અમે કોઈથી ગભરાતા નથી

ઈસુદાન ગઢવી વધુમાં જણાવ્યું હતું કે, અમે આંદોલન કરીશું અને કરતા રહીશું અમને કોઈ પણ પ્રકારનો ડર નથી અમે જેલમાં જવા માટે પણ ડરતા નથી, ત્યારે અમે આવનારા સમયમાં પણ આંદોલન કરીશું આ ઉપરાંત જે પેપરલીકમાં કેટલાક મોટા માથા છે તેમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ માંગ ઈસુદાન ગઢવીએ કરી હતી જ્યારે પેપર લીક કરનારા આરોપીઓ પર જેટલી કલમો ઉમેરવામાં આવી નથી તેનાથી વધુ કલમ અમારા ઉપર ઉમેરવામાં આવી છે. પોલીસ પણ હવે મજબૂત થઇ હોવાનું નિવેદન પણ આપ્યું હતું.

આ પણ વાંચો: AAP leader Ishudan Gadhvi surrenders : ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં, લાઈ ડિક્ટેશન ટેસ્ટની માગ

આ પણ વાંચો: ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.