ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્કનું પેપર (GSSSB Head Clerk Paper Leak 2021) પરીક્ષા પહેલા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું અને પેપર ફૂટી ગયા હોવાના અનેક પુરાવાઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર (Aam Aadmi Party Workers Gandhinagar) અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ધોરણે 11 લોકો ઉપર જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પેપર ફૂટ્યાની ગણતરીના દિવસોમાં જ પરીક્ષા રદ્દ થાય અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી અસિત વોરાનું રાજીનામુ લેવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યાલય કમલમ (bjp office kamalam) પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
FSL રિપોર્ટમાં 0.543 સ્કોર આવ્યો
આ પ્રદર્શન દરમિયાન ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપુતે ઇસુદાન ગઢવી સહિત આપ કાર્યકરો દ્વારા દારૂ પીને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં આજે FSLનો રિપોર્ટ (Isudan Gadhvi FSL Report) સામે આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે FSL રિપોર્ટમાં 0.543 સ્કોર આવ્યો છે જે પોઝિટિવ માનવામાં આવે છે.
ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
આ મામલે AAPના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, "લિકર રિપોર્ટ (Isudan Gadhvi Liquor Report)ની કોપીની માંગણી AAP દ્વારા કરવામા આવી છે. રિપોર્ટની કોપી મળ્યા બાદ તેની પૂરી ચકાસણી અને અભ્યાસ બાદ જે પણ સત્ય અને તથ્ય હશે તે બાબતે AAP દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ સત્તાવાર માહિતી અને રિપોર્ટની કોપી પણ મીડિયાના મિત્રોને આપીશું."
ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાશે ફરિયાદ
મળતી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શિત (AAP Protest At Kamalam Gandhinagar) કરવામાં આવ્યો હતો. આપ કાર્યકરો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવવામાં આવ્યો, ત્યારે જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી, જ્યારે દારૂ પીને ધમાલ કરવા બાબતની ફરિયાદ નોંધાવાની બાકી હતી. FSLના રિપોર્ટ બાદ હવે નવેસરથી ઈસુદાન ગઢવી ઉપર ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ઇસુદાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગર સિવિલમાં જે બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાં ઈસુદાન ગઢવીનો દારૂ પીધો છે કે નહીં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે આજે FSLમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો: AAP Paper Leak Protest: 64 આરોપીઓને જ્યુડિશીયલ કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં, એકના શરતી જામીન મંજૂર
લિકર રિપોર્ટ પર સવાલ : નિખિલ સવાણી
આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી નિખિલ સવાણીએ Etv ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 3 દિવસ પહેલા રિપોર્ટ નેગેટિવ આવી જાય છે અને પછી આવો પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો છે તે માન્યામાં આવતું નથી. બીજું ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હતી ત્યારે એફિડેવિટમાં રિપોર્ટ રજૂ કર્યો નહતો અને હવે પોઝિટિવ રિપોર્ટ આપે છે, ત્યારે રિપોર્ટ પર નિખિલ સવાણીએ પ્રશ્નો ઊભા કર્યા હતા.
લોકતંત્રમાં વિરોધ કરવાનો હક
ભાજપ પ્રદેશ પ્રવક્તા કિશોર મકવાણાએ સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકતંત્રની અંદર વિરોધ કરવાનો હક હોય છે, પરંતુ આ પ્રકારે હિંસા અને દારૂ પીને પોલિટિકલ પાર્ટીના કાર્યાલય સામે દેખાવો કરવા તે લોકતંત્રના લક્ષણ નથી અને તે ગુજરાતની સંસ્કારિતા પણ નથી.
આ પણ વાંચો: AAP protest at Kamalam: ગાંધીનગર કોર્ટે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓને શરતી જામીન આપ્યા