ગાંધીનગર દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામત હટાવવાનો નિર્ણય (Decision to Remove 10 Percent OBC Reservation) કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને આ નિર્ણય કરવાની ફરજ પાડવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમના ચુકાદાના છ મહિના બાદ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જે હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે (Supreme Court Decision OBC Reservation) ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ 1993થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો OBC માટે 10 ટકા બેઠકો અનામત રહેશે નહીં. તેવા નિર્ણય પછી રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી હતી. જે કમિટી દ્વારા આજે ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોને પોતાનો મુદ્દાઓ મૂકવા માટેનું આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો સરકારે OBC આયોગમાં 10 દિવસ ફાળવ્યા, જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કરી વધુ સમયની માંગ
ભાજપ OBCના પક્ષમાં ભાજપ પક્ષની રજૂઆત બાદ ભાજપના આગેવાન ડાંગરે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમને OBC કમિશન બેઠક (OBC Commission meeting ) માટે આમંત્રણ (OBC Commission meeting Invites Political Parties) આપવામાં આવ્યું હતું. જેમાં અમે હાજર રહ્યા હતા. OBCની જે બેઠકો છે, તે બેઠકો કાયમી રહે તે માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કામ કરી રહ્યા છે. કોઈપણ નુકસાન ન થાય તે બાબતનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ ફક્ત મોટી અને ખોટી વાતો કરીને સરકારને અને પક્ષને બદનામ કરવામાં આવે છે.
કોંગ્રેસ રસ્તા પર ઉતરી આંદોલન કરશે કોંગ્રેસ પક્ષે પણ આજે આયોગ અને કમિશનની બેઠકમાં રજૂઆત કરી હતી. આ અગાઉ પણ પંદર દિવસ પહેલા અમે ચાવડાના આગેવાન હેઠળ આયોગમાં રજૂઆત કરવામાં આવી હતી. આજે રાજકીય પક્ષોને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં કોંગ્રેસનું ડેલીગેશન પણ હાજર (Congress delegation present OBC Commission meeting) રહ્યું હતું. અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને OBCનો દીકરો કહીને સંબોધી રહ્યા છે, પરંતુ OBC સમાજને જ હવે અન્યાય થઈ રહ્યો છે. જે રીતે 10 ટકા OBCની બેઠકોમાં ઘટાડો આવશે. તેમાં સ્પષ્ટપણે સરકારની જ આ નીતિ છે. જો સરકાર દ્વારા OBCની બેઠકમાં ઘટાડો થશે તેનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરીને આંદોલન કરશે.
આ પણ વાંચો હવે ગ્રામ પંચાયતની 3,252 બેઠકો પર નહીં રહે OBC અનામત, આ રહ્યું મોટું કારણ
વસ્તીની ગણતરી મુજબ અનામત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે સમર્પિત આયોગને મંડળ મળ્યું છે. આયોગને રજૂઆત કરી છે કે, OBCની વસ્તીની ગણતરી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાના બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. જ્યારે સરકારી નીતિ નિયમો અનુસાર વસ્તી ગણતરી પ્રમાણે બેઠકોને અનામત મળવી જોઈએ. જો નહીં મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી પણ જગદીશ ઠાકોરે ઉચ્ચારી છે