ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાય (Interest subsidy to farmers in gujarat)નો બોજો ન પડે તે માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રૂપિયા 500 કરોડના રિવોલ્વિંગ ફંડ (Revolving Fund gujarat) ઉપરાંત વધુ રૂપિયા 135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય લીધો છે.
3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે- કૃષિપ્રધાન (Minister of Agriculture Gujarat) રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારની નીતિ અનુસાર રાજ્યના સમયસર ધિરાણ (agricultural lending in gujarat) પરત ભરપાઇ કરતાં ખેડૂતો (Farmers In Gujarat)ને રૂપિયા 3 લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશ: 4 ટકા અને 3 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો: Farmers Protest In Banaskantha: અપૂરતી વીજળીના મુદ્દે ડીસામાં ખેડૂતોના ધરણા, પોલીસે ખેડૂતોની કરી અટકાયત
રજૂઆતો સંદર્ભે પ્રધાનોની બેઠક મળી- વહીવટી કારણોસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાયના નાણાંના દાવા વિલંબથી મળે તેવા સંજોગોમાં ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે રાજ્ય સહકારી બેંક (state cooperative banks In Gujarat) મારફતે રૂપિયા 500 કરોડના રિવોલ્વિંગ ફંડની રચના કરવામાં આવેલી છે. આમ છતાં ખેડૂતોને આ લાભ વિલંબથી મળવા બાબતની મળતી રજૂઆતો સંદર્ભે પ્રધાનોની બેઠક મળી હતી.
આ પણ વાંચો: Benefits to Bharuch Farmers: ભરૂચમાં કપાસના બમણા ભાવ મળતા ખેડૂતો રાજીના રેડ
135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય- આ બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરીને ખેડૂતોને વ્યાજ સહાય (Interest Subvention For Gujarat Farmers)નો કોઈ બોજો ન પડે તે માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂપિયા 500 કરોડના રિવોલ્વિંગ ફંડ ઉપરાંત વધુ રૂપિયા 135 કરોડનો ઉમેરો કરવાનો નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સંમતિથી કરવામાં આવ્યો છે.