ETV Bharat / city

સરકારે રાજ્યમાં પ્રથમ વખત આપી આ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી - gujarat first

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )ની અધ્યક્ષતામાં આજે ગુરૂવારે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDB ( Gujarat Infrastructure Development Board-GIDB )ની 38મી બોર્ડની બેઠકમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટકીસ એન્ડ લોજીસ્ટીક પાર્ક્સ પોલિસી-2021 ( Integrated Logistics and Logistics Parks Policy-2021 )ને મંજૂરી આપવામાં આવી છે. આ પોલિસીથી રાજ્યના યુવોનોને નવી રોજગારીનો તક મળશે.

Integrated Logistics and Logistics Parks Policy-2021
ગુજરાતમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટકીસ એન્ડ લોજીસ્ટીક પાર્ક્સ પોલિસી-2021ને મંજૂરી
author img

By

Published : Jun 24, 2021, 10:33 PM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય
  • ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDBની 38મી બોર્ડની મળી બેઠક
  • ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક્સ પોલિસી-2021ને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર: ગુજરાતની વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે તે માટે આજે ગુરૂવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )ની અધ્યક્ષતામાં મળેલી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડ-GIDB ( Gujarat Infrastructure Development Board-GIDB )ની 38મી બોર્ડની બેઠકમાં પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

યુવાઓને નવી રોજગારી મળશે તક

ગુજરાતની આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક્સ પોલિસી-2021( Integrated Logistics and Logistics Parks Policy-2021 )માં રાજ્યમાં લોજીસ્ટીકસની સમગ્ર વેલ્યુચેઇનને આવરી લઇ ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ સ્પર્ધાત્મકતા વધારવા સાથે યુવાઓને મોટા પાયે રોજગાર અવસર પૂરા પાડવાનો વિકાસલક્ષી અભિગમ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. આ પોલિસીમાં લોજીસ્ટીકસ પાર્કસ, વેરહાઉસીંગ, કોલ્ડ સ્ટોરેજ, એર ફ્રેઇટ સ્ટેશન્સ, જેટી, બંદરો વગેરેને પ્રસ્તાવિત આધાર-સપોર્ટ આપવાની નેમ પણ રાખવામાં આવેલી છે. રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે આ પોલિસી દ્વારા અપાઇ રહેલા વિશેષ ઝોક રૂપે સ્કીલ્ડ મેનપાવરની પણ જરૂરિયાત ધ્યાને લેવામાં આવી છે. આ હેતુસર રાજ્યના યુવાઓના રોજગાર સર્જન માટે સ્કીલ ઇન્હાસમેન્ટ-ક્ષમતા વર્ધનને પોલિસીમાં ફોકસ કરવામાં આવ્યું છે. આ અન્વયે 120 કલાકથી વધુની તાલિમ માટે તાલિમાર્થી દીઠ 15,000 રૂપિયા રિએમ્બર્સર્ડ કરવામાં આવશે. મહિલા તાલિમાર્થીઓ તાલીમ મેળવી આ નવતર ક્ષેત્રમાં સહભાગીતા વધારવાના ઉદાત ભાવથી મહિલાઓ માટેની તાલિમ ફી 100 ટકા રિએમ્બસર્ડ કરાશે, તેવી જોગવાઇઓ સૂચવવામાં આવી છે.

Integrated Logistics and Logistics Parks Policy-2021
ગુજરાતમાં ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટકીસ એન્ડ લોજીસ્ટીક પાર્ક્સ પોલિસી-2021ને મંજૂરી

આ પણ વાંચો: Electronic vehicle Policy Update: ટુ-વ્હીલર માટે 20,000, રીક્ષા માટે 50,000 અને કાર માટે 1,50,000ની સબસીડી આપવાની જાહેરાત

નેશનલ લોજીસ્ટિક પોલિસી સુસંગત બનાવાઈ પોલિસી

ગુજરાતની આ પોલિસી દેશની સૂચિત નેશનલ લોજીસ્ટીકસ પોલિસીને સુસંગત બનાવવામાં આવી છે. આ ડ્રાફ્ટ નેશનલ પોલિસીમાં દેશની આર્થિક અને વાણિજ્યીક ગતિવિધિઓમાં સ્પર્ધાત્મકતા લાવી ઇન્ટીગ્રેટેડ, સરળ, અસરકારક, પ્રમાણભૂત અને કોસ્ટ ઇફેક્ટીવ લોજીસ્ટીક્સ નેટવર્કમાં ટેકનોલોજીનો વિનિયોગ તેમજ ઇનોવેશન અને સ્કીલ એન્હાસમેન્ટના લાભો મેળવી કરવાનો ઉદેશ રાખવામાં આવેલો છે. આવા જ હેતુસર ગુજરાતની આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટકીસ એન્ડ લોજીસ્ટીક પાર્ક્સ પોલિસી-2021 ઘડવામાં આવી છે.

મેન્યુફેક્ચરિંગ સેકટરમાં પણ રોકાણ

આ પોલિસીના પરિણામે ગુજરાતમાં ખાસ કરીને મેન્યૂફેક્ચરીંગ સેક્ટરમાં રોકાણ વૃદ્ધિ થઇ છે. તેવા સમયે આ પોલિસી સમયાનુકૂલ છે અને લોજીસ્ટીક્સનું વિશાળ સુગ્રથીત માળખું રાજ્યમાં વધુને વધુ સંભવિત રોકાણો આકર્ષિત કરી વ્યાપાર-ધંધા-રોજગારને વૃદ્ધિકારક બનશે તેવો ધ્યેય આ પોલિસીનો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તે આ ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ એન્ડ લોજીસ્ટીકસ પાર્ક્સ પોલિસીમાં અનેક સૂચિત પ્રોત્સાહનો અને વિશેષ જોગવાઇઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે.

નવી જેટીના લોજીસ્ટીક ફેસેલીટીઝ અને ડેવલપમેન્ટ તેમજ મિકેનિઝમ માટે 25 ટકા કેપિટલ સબસિડી

આ અનુસાર, રાજ્યમાં નવી જેટીના લોજીસ્ટીક ફેસેલીટીઝ અને ડેવલપમેન્ટ તેમજ મિકેનિઝમ માટે 25 ટકા કેપિટલ સબસિડી એલીજીબલ ફિક્સડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મહત્તમ 15 કરોડની મર્યાદામાં આપવા, 7 વર્ષ માટે 7 ટકા ઇન્ટરેસ્ટ સબસિડી પણ મળવાપાત્ર લોન પર આપવા અને વાર્ષિક મહત્તમ 50 લાખની મર્યાદા સુધી વિસ્તારી શકાશે. તેવી સૂચિત જોગવાઇઓ આ પોલિસીમાં છે. મૂડી ખર્ચ નીચો લાવવા રાજ્ય સરકાર 100 ટકા સ્ટેમ્પ ડ્યૂટી પણ રિએન્બર્સ કરી આપશે તેવી સૂચિત જોગવાઇ આ પોલિસીમાં છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર

લોજીસ્ટિક્સ સેવાઓની ગુણવત્તા વધારવા

આ પોલિસીનું અન્ય વિશેષ પાસું એ છે કે આ પોલિસી લોજીસ્ટિક્સ સેવાઓની ગુણવત્તા વધારવા અને ટેક્નોલોજી પર ભાર મૂકે છે. ખાનગી કંપનીઓને સમગ્ર વેલ્યુ ચેઇનમાં તેમની કાર્યક્ષમતા અને વિઝિબિલિટી વધારવા માટે ડિસરપ્ટિવ ટેક્નોલોજીઓ અપનાવવા માટે વિશેષ સહયોગનું પ્રાવધાન રાખવામાં આવેલું છે. જેમાં કાર્ગોના ઇમ્પ્રુવ્ડ ટ્રેકિંગનો પણ સમાવેશ થાય છે. તેનાથી સેવાની ગુણવત્તામાં સુધારો થશે અને એન્ડ યુઝર એટલે કે અંતિમ ઉપભોક્તાને ખૂબ જ ફાયદો થશે. લોજીસ્ટિક નેટવર્કની વધુ કાર્યક્ષમતાને કારણે અંતિમ ઉપભોક્તાઓના એકંદર ખર્ચમાં પણ ખૂબ ઘટાડો થાય તેવી સૂચિત જોગવાઇઓ પોલિસીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા વર્ષ 2018 અને 2019માં જાહેર કરવામાં આવેલા ‘લોજીસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્સ’ (LEADS) માં ગુજરાતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઇન્ડેક્સ સમગ્ર રાજ્યમાં લોજીસ્ટિક્સના પ્રદર્શનનો એક બેંચમાર્ક સ્થાપિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.