- અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું
- સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન
- બોન્ડ ધરાવતાં ડોકટરો હાજર નહીં થાય તો થશે કાર્યવાહી
- 925 જેટલા ડોકટરો નથી થયાં હાજર
ગાંધીનગર : અમદાવાદમાં જે રીતે પરિસ્થિતિ બગડી રહી છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક ખાસ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓએ સરકાર સાથે બોન્ડ કર્યાં હોય પરંતુ હાજર ન થયાં હોય તે તમામને માત્ર બે દિવસની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જો તેઓ હાજર નહીં થાય તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હજી સુધી 925 જેટલા ડોકટર હાજર થયાં નથી.
અમદાવાદ બોન્ડધારક ડોકટરને હાજર રહેવા સૂચના સરકારી હોસ્પિટલમાં ડોકટરોની ભારે અછતસૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે સરકારી હોસ્પિટલમાં ત્યારે ડોક્ટરની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે કોરોના કાળ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે કોઈ પણ રાજીનામું સ્વીકારવામાં પણ આવશે નહીં. સાથે હજુ પણ બોન્ડ કરેલા ડોક્ટરો પણ હાજર થયાં નથી. ત્યારે હજુ વધુ ડોક્ટરોની ભારે અછત સરકારી હોસ્પિટલમાં જોવા મળી રહી છે. જ્યારે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સારવારમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ બોન્ડધારક ડોકટરને હાજર રહેવા સૂચના એપેડેમિક એકટ મુજબ થશે કાર્યવાહીરાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનને આધારે જે કોઈ પણ બોન્ડ ધરાવતા ડૉક્ટર મ્યુનિસિપલ કમિશનર સમક્ષ બે દિવસની અંદર હાજર નહીં થાય તો તેવા ડોક્ટરની વિરુદ્ધ જે તે જિલ્લા કલેકટર દ્વારા એપેડેમિક એક્ટ-1987 હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ પણ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.