ETV Bharat / city

કોરોના કાળમાં દવાઓની કાળા બજારી રોકવા અને સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસને આપો - DGP આશિષ ભાટિયા

કોરોના સંક્રમણ, મ્યુકોરમાઇકોસિસ સંબધિત દવાઓની કાળા બજારી રોકવા અને સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસ સુધી પહોંચાડવા સોશિયલ મીડિયા થકી પોલીસે અપીલ કરી છે. ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા પ્રજાને આ અંગે અપીલ કરવામાં આવી છે.

DGP આશિષ ભાટિયા
DGP આશિષ ભાટિયા
author img

By

Published : May 24, 2021, 9:57 PM IST

  • દવાઓની સંગ્રહખોરી કરતા લોકોને પોલીસની ચેતવણી
  • સજાગ થઈને લોકોને ફોન કરવા માટે પોલીસે કરી અપીલ
  • હેલ્પલાઇન નંબર પર લોકોને ફોન કરી માહિતી આપવાની અપીલ

ગાંધીનગર : દવાઓની કાળા બજારી રોકવા માટે પોલીસે લોકોને અપીલ કરી છે અને આ માહિતી પોલીસ સુધી પહોંચે જેથી દવાઓની સંગ્રહખોરી કરતા લોકો સામે યોગ્ય નિર્ણય લઈ શકાય. આ હેતુથી તેમને સોશિયલ મીડિયા થકી લોકોને અપીલ કરી છે. કોરોના, મ્યુકરમાઈકોસિસ સંબધિત દવાઓની કાળા બજારી આ પહેલા અને અત્યારે પણ જોવા મળી રહી છે, જેને રોકવામાં લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો - DGPએ અપનાપન યોજના કરી લોન્ચ, વરિષ્ઠ નાગરિકોને ઇરાદાપૂર્વક તરછોડશો તો જવું પડશે જેલ

ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ

ગુજરાતના DGP આશિષ ભાટિયા દ્વારા સોશિયલ મીડિયા થકી લોકોને અપીલ કરવામાં આવી છે. નફાખોરી અને કાળા બજારીયાઓ વિરૂદ્ધમાં સોશિયલ મીડિયા થકી અનોખી પહેલ કરી છે. સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. કેમ કે, આ પહેલા પણ એવા પ્રકારના લોકો ઝડપાયા હતા, જે ગ્લુકોઝનું પાણી અને મીઠું આ બન્નેનું મિશ્રણ કરીને રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ લોકો માટે મોટુ જોખમરૂપ છે. જે જીવલેણ સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો - DGP આશિષ ભાટીયાનો ગુજરાતના નાગરીકોને સંદેશો

દવાઓની કાળા બજારી કરતા ગુનેગારોને રોકવા પોલીસને જાણ કરી સહયોગ આપવો

કોરોના, મ્યુકોરમાઇકોસિસ સંબધિત દવાઓની કાળાબજારી રોકવા લોકોને અપીલ કરી છે. જેમાં 100, 108, 181 અને 1096 નંબર પર કોલ કરીને સંગ્રહખોરી કરતા લોકોની માહિતી પોલીસને આપવા જણાવ્યું છે. દવાઓની કાળા બજારી કરતા ગુનેગારોને રોકવા પોલીસને જાણ કરી સહયોગ આપવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.