ETV Bharat / city

36મી નેશનલ ગેઇમ્સ સપ્ટેમ્બર 2022માં રમશે ભારત, થયો આવો રોચક લોગો લોન્ચ - Gujarat Olympic Association

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાથી રાષ્ટ્રીય રામોત્સવની શરૂઆત(Commencement of National Ramotsav) થવા જઈ રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન(Chief Minister of the State) ભૂપેન્દ્ર પટેલ, રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ અને નેશનલ તેમજ ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનની(Gujarat Olympic Association) હાજરીમાં સિંહ સાથેનો લોગો રિલીઝ કરવામાં આવ્યો હતો.

36મી નેશનલ ગેઇમ્સ-2022 :  સિંહ ના  મુખ સાથેનો લોગો રિલીઝ,  સપ્ટેમ્બર રમશે ભારત

author img

By

Published : Jul 22, 2022, 6:12 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સપ્ટેમ્બર માસથી 36મી નેશનલ ગેમનું ગુજરાત સરકાર દ્વારા આયોજન(36th National Games in September) કરવામાં આવ્યું છે. વર્ષ 2015માં કેરાલામાં 35મી સિઝન પૂર્ણ કરવામાં આવી હતી. હવે 36મી સિઝન માટે ગુજરાતને હોસ્ટ કરવાનો મોકો મળ્યો છે, આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ અને નેશનલ તેમજ ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનની(Gujarat Olympic Association) હાજરીમાં સિંહ સાથેનો લોગો રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે જાહેર મંચ પરથી હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું. પહેલા જ્યારે નેશનલ કે આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય લેવલે ગુજરાતના યુવાનો ભાગ લેવા જતા હતા, ત્યારે લોકો ફાફડા, ઢોકળા કહીને સંબોધતા હતા, આજે ગુજરાતના યુવાનો તમામ ક્ષેત્રે આગળ છે.

36 નૅશનલ ગેમ નું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

આ પણ વાંચો: ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાશે 36મો રાષ્ટ્રીય રમતોત્સવ

શું કહ્યું CM ભુપેન્દ્ર પટેલ - આ બાબતએ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષના લાંબા અંતરાલ બાદ યોજાઇ રહેલા 36માં રાષ્ટ્રિય રમોત્સવનું યજમાન(Host of National Games Festival) બનવાનું ગુજરાતને સૌભાગ્ય મળ્યું છે. રાજ્યમાં ખેલાડીઓ ખેલપ્રેમીઓ અને વિવિધ સંગઠનો સહિ‌ત નાગરિકોમાં પણ દેશભરમાંથી આ રમતોત્સવ માટે ગુજરાત આવનારા ખેલાડીઓને આવકારવાનો અદમ્ય ઉત્સાહ છે. આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર 2022 દરમિયાન યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ આ ગેમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર MoU ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરમાં સંપન્ન થયા હતા.

ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ - CM ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફીટ ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાનએ દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસ એક જુવાળ ઉભો કર્યો છે. ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ યોજવા માટે સજ્જ બની રહ્યું છે તેમાં આ 36મી નેશનલ ગેમ્સ પૂરક બનશે.

ગીરના સિંહોને લોકોમાં સ્થાન - 36મી નેશનલ ગેમ્સના લોગોના સંદર્ભે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોકોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. 36મી નેશનલ ગેમ્સનો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે. ખેલકૂદ-સ્પોર્ટસ ના માધ્યમથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ સુપેરે સાકાર થઈ શકે છે. સ્પોર્ટ્સ ટીમ-સ્પિરિટ જગાવે છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીનું પરફોર્મન્સ મહત્વનું હોય છે. ખેલાડીની ભાષા, પ્રદેશ, નાતજાત વગેરેનું કોઈ જ મહત્વ હોતું નથી, ગુજરાતમાં જ્યારે 36 મી નેશનલ ગેઇમ્સ યોજાતી હોય ત્યારે તેની ટેગ લાઈન એકતાનો મંત્ર જ આપતી હોવી જોઈએ. ‘સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ’ આ ટેગ લાઈન એકદમ પરફેક્ટ છે.

આ પણ વાંચો: National Sports Festival 2022: અમદાવાદથી થશે શુભારંભ અને સુરતમાં સમાપન સમારોહ

3 માસમાં આયોજન કરવામાં આવ્યું - નેશનલ ગેમ્સ માટેનું આયોજન સામાન્ય રીતે 3 વર્ષ જેટલો સમયમાંગી લેતો હોય છે. માત્ર ત્રણ માસ જેટલા ખુબ જ ટુંકા સમયગાળામાં ગુજરાતે આ આયોજન કરી બતાવ્યુ છે. જે સમગ્ર ટીમ ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. નેશનલ ગેમ્સમાં સહભાગી થનાર તમામ રમતવીરોનું ગુજરાતમાં અનોખી રીતે સ્વાગત કરાશે. નેશનલ ગેમ્સમાં આટલા ટૂંકા ગાળામાં આયોજન એટલા માટે શક્ય બની શક્યું છે. રાજ્યમાં અગાઉ વર્ષ 2002માં જે રમત ગમત વિભાગ માટેનું બજેટ રૂપિયા 2.5 કરોડ હતું તે વધીને આજે રૂ.250 કરોડએ પહોંચી ગયું છે. એટલું જ નહિ, ખેલાડીઓને ખેલકૂદ માટે શ્રેષ્ઠ અધ્યતન આંતર માળખાકીય સુવિધાઓ સ્વરૂપે શ્રેષ્ઠ સ્ટેડિયમ અને મેદાનો ગુજરાતમાં તૈયાર કર્યા છે. રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવ્યા છે. આ તમામ બાબતોને પરિણામે જ નેશનલ ગેમ્સ 2022નું ગુજરાતમાં થઇ રહેલા આયોજન માત્ર ત્રણ મહિનાના ટુંકા ગાળામાં સર્વોત્તમ રીતે શક્ય બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.