- રાજ્ય સરકાર લવ જેહાદ કાયદાઓ લાવવાની વિચારણામાં
- કેબિનેટ ગૃહપ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપી
- અન્ય રાજ્યના લવ જેહાદ કાયદાની સમીક્ષા કરવામાં આવી
- રાજ્ય સરકાર ટૂંક સમયમાં કાયદો લાવશે
- મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં અમલમાં છે કાયદો
ગાંધીનગર : ભાજપ શાસિત પ્રદેશ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં લવ જેહાદનો કાયદો હમણાં જ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લવજેહાદના કેસમાં જે રીતના દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને ઘટનાઓ સામે આવી રહી છે. તેને ધ્યાનમાં લઈને હવે ગુજરાત સરકારે પણ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં જે લવ જેહાદનો કાયદો છે તેનો અભ્યાસ શરૂ કર્યો છે.
- રાજ્ય સરકારે ગૃહ વિભાગ અને કાયદા વિભાગને નિર્દેશન કર્યું
રાજ્ય સરકારના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશમાં લવજેહાદનો કાયદો છે. તે બાબતે સંબંધિત ગૃહ વિભાગ કાયદા વિભાગ અને કાયદાકીય તથા સંસદીય બાબતોનો નિર્દેશન કરવાની પણ સૂચના આપી છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપશાસિત રાજ્યોમાં અમલી બનેલ આ કાયદાને ગુજરાત સરકાર અનુસરી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
- થોડા સમય પહેલા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કાયદાની કરી હતી માગ
રાજ્યમાં જે રીતે લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી હતી તેને ધ્યાનમાં લઇને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ રાજ્ય સરકાર પાસેથી લવ જેહાદ કાયદાની માગ કરી હતી. સાથે જ ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં લવ જેહાદનો કાયદો બનાવીને પસાર કરે તેવી પણ માગ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી.
રાજ્ય સરકાર લવ જેહાદ કાયદો લાવવાની તૈયારીમાં, અન્ય રાજ્યના કાયદાઓની સમીક્ષા કરાઈ - સીએમ વિજય રુપાણી
રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, ત્યારે લવ જેહાદને અટકાવવા માટે હવે રાજ્ય સરકાર પણ મન મક્કમ કરી લીધું હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લવ જેહાદના કાયદાની સમીક્ષા કરીને ગુજરાતમાં પણ કાયદો લાવવાની તૈયારીઓ હાથ ધરી છે.
રાજ્ય સરકાર લવ જેહાદ કાયદો લાવવાની તૈયારીઓમાં, અન્ય રાજ્યના કાયદાઓની સમીક્ષા કરાઈ