ETV Bharat / city

ગાંધીનગર શહેરમાં 14 નવા કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારમા બીજા દિવસે પણ 35 કોરોનાના નવા કેસ નોંધાયા - Gandhinagar Rural Corona Update

ગાંધીનગરમાં કોરોના વાઇરસના સંક્રમણે વધુ 14 વ્યક્તિને ભરડામાં લીધા છે. જૂના સચિવાલય ખાતે સહકાર વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને તેમનાં પત્ની ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં આવ્યાં છે. જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ 35 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

corona
ગાંધીનગર શહેરમાં 14 નવા કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારમા બીજા દિવસે પણ 35 કોરોનાના નવા કેસ નોંધાયા
author img

By

Published : Jul 30, 2020, 4:13 AM IST

ગાંધીનગરઃ શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે વધુ 14 વ્યક્તિને ભરડામાં લીધા છે. જૂના સચિવાલય ખાતે સહકાર વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને તેમનાં પત્ની ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓ કોરોનાના ભરડામાં આવ્યાં છે. જિલ્લાના ચાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ 35 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરમાં બુધવારે કોરોનાના નવા કેસમાં સેકટર-8માં રહેતા 38 વર્ષીય રિક્ષાચાલક અને સે-26 ગ્રીનસિટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ કોરોનાગ્રસ્ત થયાં છે અને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય છે, તેમજ સે-19માં રહેતા સહકાર વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર અને તેમના પત્ની કોરોનામાં સપડાયાં છે, તેમને હોમ આઈસોલેશન હેઠળ રાખી સારવાર શરૂ કરાઈ છે.

સે-25માં રહેતો 21 વર્ષીય વિદ્યાર્થી, સે-24 આદર્શનગરનો 16 વર્ષીય વિદ્યાર્થી અને સે-5સીનો 22 વર્ષીય ફિઝિયોથેરાપી વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયાં છે. જેમાંથી સે-5સીના વિદ્યાર્થીને હોમ આઈસોલેશમાં તથા અન્ય બેને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા છે. સે-2ની41 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થતાં તેને ખાનગી હોસ્પિટલમં દાખલ કરાઈ છે. સે-13એમાં રહેતી 60 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સે-24માં રહેતા અને સે-25 ખાતે આવેલી કલ્પતરૂ પાવરમાં ફરજ બજાવતા 54 વર્ષીય કમ્પ્યૂટર ઓપરેટર કોરોનામાં સપડાયા છે, જેથી તેમને ગાંધીનગર સિવિલમાં દાખલ કરાયા છે.

સે-26 કિસાનનગર ખાતે રહેતા અને સે-28 જીઆઈડીસી ખાતે ખાનગી બિઝનેસ ધરાવતા 48 વર્ષીય પુરુષ, અમદાવાદમાં ફરજ બજાવતા અને સે-30માં રહેતા 35 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ કોરોનાગ્રસ્ત થયાં છે. આ બંને દર્દીને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સે-24માં રહેતા અને પોતાનો બિઝનેસ ધરાવતા 50 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આશ્કા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સેકટર-3ડીમાં રહેતા ગારમેન્ટ બિઝનેસ કરતાં 55 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ આઈસોલેશન હેઠળ રખાયા છે. પાટનગરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 461 થઈ છે.

ગાંધીનગર તાલુકામાં 3 મહિલા સહિત 8 કેસ નોંધાયા છે. જેમા ડભોડામાં 33 વર્ષનો યુવાન, મગોડીમાં 83 વર્ષના વૃધ્ધ, અડાલજમાં 15 વર્ષની કિશોરી, નાના ચિલોડામાં 48 વર્ષની મહિલા અને 21 વર્ષનો યુવાન, પેથાપુરમાં 56 વર્ષના પુરૂષ, સરગાસણમાં 76 વર્ષના પુરૂષ અને લીંબડિયા ગામમાં 50 વર્ષની મહિલા દર્દીનો સમાવેશ થાય છે.

જ્યારે દહેગામ તાલુકામાં બુધવારે વધુ 2 દર્દી નોંધાયા છે. તેમાં જીંડવા ગામમાં 50 વર્ષના પુરૂષ અને અર્બનમાં 60 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. માણસા તાલુકામાં 10 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં 7 મહિલા દર્દી છે. તાલુકાના ગામડા પર નજર કરીએ તો સમૌ ગામમાં 53 વર્ષના પુરૂષ, વિહાર ગામમાં 37 વર્ષની મહિલા, 5 વર્ષનો બાળક, 58, 34 અને 61 વર્ષની મહિલા સહિત 5 વ્યક્તિ સંક્રમિત થતાં વિહાર ગામમાં સોંપો પડી ગયો છે. તેમજ વેડા-આનંદપુરા ગામમાં 54, 57 અને 55 વર્ષની 3 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં 6 મહિલા સહિત 15 લોકો સંક્રમિત થયા છે.

કલોલ તાલુકાના બોરીસણામાં 59 વર્ષના પુરૂષ, મોટી ભોયણમાં 37 વર્ષનો યુવાન, છત્રાલ ગામમાં 23 વર્ષનો યુવાન, 25 અને 45 વર્ષની મહિલા, સાંતેજમાં 24 વર્ષનો યુવાન, 19 વર્ષની યુવતી અને 47 વર્ષની મહિલા સહિત 3 દર્દી નોંધાયા છે. જ્યારે સઇજમાં 26 વર્ષનો યુવાન અને અર્બનમાં 46, 45, 33 અને 19 વર્ષના યુવાન સહિત પુરૂષ દર્દીઓ અને 46 અને 45 વર્ષની મહિલા દર્દીઓ નોંધાયા છે. જિલ્લાના ગ્રામ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીઓનો આંકડો 997 થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.