- છેલ્લા 24 કલાકમાં 44 પોઝીટીવ કેસ
- 23 દર્દીઓએ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં ફક્ત 6 કોર્પોરેશન અને 6 જિલ્લામાં કેસ
- અમદાવાદમાં 09 બરોડા 08 સુરત 06, જામનગર 03
ગાંધીનગર: ગુજરાત (gujarat corona update ) રાજ્યમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ હવે જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી, પણ હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. નવેમ્બર માસની 18 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત વડોદરા, જામનગર અને રાજકોટ કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી 6 જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ (positive cases in gujarat) નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
આજે 4,93,328 નાગરીકોને વેકસીન અપાય
આજ રોજ રાજ્યમાં કુલ 4,93,328 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 44,909 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 2,13,394 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 7,62,27,200 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં 312 એક્ટિવ કેસ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 312 જેટલા એક્ટિવ કેસ (corona active cases in gujarat) છે, જેમાં 06 વેન્ટિલેટર પર અને 306 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,710 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં હાલ રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં, સિવિલ હોસ્પિટલ સુપ્રિ. સાથે બેઠક યોજાઈ
આ પણ વાંચો: vaccination in Gujarat: ગુજરાતમાં હજુ 1.02 કરોડ નાગરિકોએ નથી લીધી વેક્સિન, સરકાર હવે ઘરે ઘરે જઈને આપશે રસી