ગાંધીનગર: રાજ્યમાં હવે તહેવારોના(Visit Pilgrimage on Festivals) દિવસો આવી રહ્યા છે અને સિનિયર સિટીઝન્સ હોય કે પછી યુવાનો હોય તેઓ હરવા ફરવાના સ્થળે જતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે યાત્રાધામને વધુ પ્રોત્સાહન મળે તેને ધ્યાનમાં લઈને મહત્વની ચાર યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત યાત્રાધામના પ્રવાસે જનાર વ્યક્તિઓને રાજ્ય સરકાર તરફથી આર્થિક સહાય(Visit Pilgrimage becomes financially affordable) પણ પ્રાપ્ત થશે તેવી જાહેરાત રાજ્યના પ્રવાસન કેબિનેટ પ્રધાન(Tourism Cabinet Minister) પૂર્ણેશ મોદીએ કરી હતી.
આ પણ વાંચો: પાવાગઢની પલટાશે કાયા..! પહાડ ચીરીને શ્રદ્ધાળુઓને દર્શન માટે બનાવાશે સરળ માર્ગ
કૈલાસ માનસરોવર યાત્રામાં 25,000 રૂપિયાની સહાય - રચના પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ યાત્રાધામ બાબત મહત્વની જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા કૈલાસ માન સરોવરમાં(કૈલાસ માન સરોવર) જનાર યાત્રિકોને 25 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ માટે યાત્રિકોએ રાજ્ય સરકાર પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કુલ 25 હજાર રૂપિયાની આર્થિક સહાય વ્યક્તિદીઠ આપવાની જાહેરાત રાજ્યના પ્રવાસન પ્રધાન મોદીએ કરી છે.
અત્યાર સુધીમાં 751 જેટલા યાત્રિકોને આર્થિક સહાય - આ ઉપરાંત લે લદાખમાં જે સિંધુ દર્શન યાત્રા(Sindhu Darshan Yatra) હવે શરૂ થશે તેમાં પણ 15 હજાર રૂપિયાની સબસીડીની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લગા ખાતે યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે યાત્રિક દીઠ 15 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 751 જેટલા યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ 112.65 લાખ ચૂકવવામાં આવ્યા છે. સિંધુ દર્શન માટે 600 વ્યક્તિનો કવોટા રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે આ વખતે પ્રવાસનમાં ખૂબ જ સારો છે અને છેલ્લા બે વર્ષથી કોલેરાના કારણે કોઈ પ્રવાસ કર્યો નથી. વ્યક્તિનો કવોટા વધારીને 900 વ્યક્તિનો ક્વોટા કરવામાં આવ્યો છે.
આદિવાસી સમાજ માટે 5000ની આર્થિક સહાય - યાત્રાધામ પ્રવાસન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં એક જાહેરાત કરી હતી કે, ગુજરાત રાજ્યના એક લાખ જેટલા આદિવાસીઓ માટે(Important Scheme for Tribes) પણ મહત્વની યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં આદિવાસી સમાજ અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જાય તો તેવા દર્શનાર્થીઓને પણ રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવશે.
આ પણ વાંચો: CM Bhupendra Patel Blog : પ્રવાસન, યાત્રાધામ અને કચ્છના સરહદી વિસ્તાર માટે કરી મહત્વની વાત
શ્રાવણ યોજના ફરી શરૂ - કોરોનાની વૈશ્વિક મહામારી તેના કારણે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના છેલ્લા ત્રણ વર્ષથી બંધ રાખવામાં આવી હતી પરંતુ જે રીતે હવે કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ફરીથી જવાની યોજના શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો હતો. આજે રાજ્યના પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે યોજનામાં કુલ ખર્ચના 50 ટકા જેટલી રાહત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.