ETV Bharat / city

રાજ્યમાં મફત વીજળી અપાય તો સરકાર પર કેટલો બોજ પડે, જાણો - ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં તેમની સરકાર બનશે તો વીજળી મફળ આપવાની જાહેરાત (AAP announces free electricity in Gujarat) કરી છે. ત્યારે જો રાજ્યમાં મફત વીજળી (Free Electricity for People of Gujarat) આપવામાં આવે તો સરકાર પર તેની કેવી અસર પડી શકે અને કેટલો બોજ પડે (Free electricity burdens government exchequer) તે અંગેની વિગત જોઈએ આ અહેવાલમાં.

રાજ્યમાં મફત વીજળી અપાય તો સરકાર પર કેટલો બોજ પડે, જાણો

author img

By

Published : Jul 22, 2022, 12:14 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે હવે રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારી (Election preparation of political parties) શરૂ કરી દીધી છે. તેવામાં ચૂંટણીના પ્રચારના ભાગરૂપે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) આવ્યા હતા. અહીં તેમણે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી. જો રાજ્યમાં મફત વીજળી (Free Electricity for People of Gujarat) આપવામાં આવે તો સરકાર પર 60,000 કરોડ રૂપિયાનો બોજો (Free electricity burdens government exchequer) પડશે.

કૉંગ્રેસ પણ કરી ચૂક્યું છે જાહેરાત - આ પહેલા કૉંગ્રેસે પણ તેમની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટમાં જ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને 4,00,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ તાજેતરમાં જ ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળીની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે સરકાર બનશે તો ત્રણ મહિનાની અંદર વર્ષ 2021 સુધીના વીજ બિલ માફ કરી દેવામાં આવશે અને 300 યુનિટ પણ પ્રજાજનોને મફતમાં આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો-કેજરીવાલે મોટી જાહેરાત કરતા એવું કેમ કહ્યું - તમે માત્ર કેરી ખાઓ

જો ગુજરાત સરકાર 300 યુનિટ ફ્રી આપે તો - આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મફત વીજળીનો (Free Electricity for People of Gujarat) તાર છંછેડ્યો છે. ત્યારે રાજ્યના ઉર્જા વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, જો આવું થાય તો સરકારી તિજોરી પર 60,000 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો પડી શકે છે અને ગુજરાતમાં સરકારી કંપની ગુજરાત વિદ્યુત બોર્ડની સાથે ખાનગી કંપની ટોરેન્ટ પણ વીજળી પૂરી પાડી રહી છે. એટલે અંદાજે કુલ 60,000 કરોડ રૂપિયાનો બોજ (Free electricity burdens government exchequer) આવે તેમ છે. સાથે જ સરકારની આવકમાં ખૂબ જ જંગી ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો- કૉંગ્રેસની જેમ આ સરકાર પણ હવે ઘરભેગા થવાની તૈયારી રાખે, આ લાકોએ આપી ચેતવણી

રાજ્યમાં વીજ દર વધુ - આ અંગે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં વીજનો દર પણ સૌથી વધુ છે. આ ઉપરાંત અમુક સમયાંતરે વીજ કંપનીઓ ગુજરાતમાં વીજ દરમાં પણ વધારો કરે છે, જેથી બિલમાં પણ વધારો થાય છે.

ઉનાળામાં વીજ વપરાશમાં થાય છે વધારો - વીજ વપરાશની વાત કરીએ તો, રાજ્યમાં ઉનાળાની ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વીજ વપરાશમાં વધારો થાય છે. ત્યારે રાજ્યમાં માર્ચ મહિનાની તુલનામાં 1,700 મેગાવોટ વપરાશ સામે એપ્રિલ માસમાં 2,200 મેગા વોટ વીજળી સપ્લાય કરવામાં આવી રહી હતી. ત્યારે સરકારે કોલસાની ખરીદીમાં પણ 500 મેટ્રિકનો વધારો કરીને વીજની વ્યવસ્થા કરી હતી.

600 કંપની વીજ ઉત્પાદન કરે છે - તો ગુજરાત વિધાનસભામાં જાહેર થયેલા આંકડા પ્રમાણે, ગુજરાતમાં આશરે કુલ 600 જેટલી કંપનીઓ વિવિધ પ્રોજેક્ટ હેઠળ વીજળી ઉત્પાદન કરે છે. તેની સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (Gujarat Urja Vikas Nigam Limited) દ્વારા લાંબા ગાળાના વીજળી બીજ ખરીદી કરાર પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ગુજરાત તેમ જ દેશની સૌથી મોટી કંપની એવી રિલાયન્સ અદાણી એસઆર પાસેથી પણ વીજળીની ખરીદી કરે છે, જેમાં રાજ્ય સરકાર 4થી 5 રૂપિયા પ્રતિ યુનિટની ખરીદી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.