ETV Bharat / city

રાજ્યમાં આજથી માસ્ક ફરજીયાત, જો પકડાશો તો 1000નો દંડ - COVID19

કોરોના સામે લડવા માસ્ક ફરજિયાત પહેરવા પડશે. કોરોના સામે સાવચેતીના પગલા હવે વધુ કડક બની રહ્યાં છે. રાજ્યમાં આજથી માસ્ક નહીં પહેરનાર વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. ગત રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.

without a mask,
માસ્ક વગર પકડાશો તો
author img

By

Published : Aug 10, 2020, 1:12 PM IST

Updated : Aug 11, 2020, 6:51 AM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આ માસ્કને લઈને અનલોક-1 દરમિયાન રાજ્ય સરકારે 200 રૂપિયા દંડ જાહેર કર્યો હતો, ત્યારબાદ 200 રૂપિયા દંડથી વધારેના 500 રૂપિયા દંડ કર્યો હતો, પરંતુ ગત રોજ હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે માસ્ક વગર કરનારા લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જો હવે માસ્ક વગર પકડાશો તો 1000 નો દંડ :  11 ઓગ્સટથી રાજ્યમાં અમલી

આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના ચૂકાદાના ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર હવે રાજ્યમાં માસ્ક વગર ભરનારાઓની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરશે. રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નામદાર હાઈકોર્ટે આપેલા ચૂકાદાનો રાજ્યમાં આજથી એટલે કે 11મી ઓગસ્ટ મંગળવારથી સમગ્ર રાજ્યમાં જાહેરમાં માસ્કના પહેરનારા વ્યક્તિઓને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

CM રૂપાણીએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ન કરે, કારણ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. આમ, સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહે અને ઘરમાં રહીને તહેવારોની ઉજવણી કરે તેવી પણ અપીલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી હતી. હવે આ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. જે આજથી એટલે કે 11 ઓગસ્ટ મંગળવારથી સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવશે.

કોરોના મામલે હાઈકોર્ટે જાહેરહિતની અરજીમાં સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે કહ્યું કે, દેશમાં દસ લાખની વસ્તીએ ટેસ્ટ કરવામાં ગુજરાત સૌથી તળિયે છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે સરકારને મહત્ત્વના 12 મુદ્દા પર પગલાં લેવા આદેશ કરતા કહ્યું છે કે, સરકારે રોજેરોજ લીધેલા સેમ્પલના, પોઝિટિવ કેસના, તેનાથી થતા મૃત્યુના, ડિસ્ચાર્જ કરાયેલા અને હોમ કવોરેન્ટાઇન થયેલા લોકોના સાચા આંકડા અખબારોમાં આપવા પડશે તેનાથી લોકોમાં જાગૃતિ આવશે.

રિક્ષામાં બેસનારી વ્યક્તિ માસ્ક ન પહેરે તો રિક્ષા ડ્રાઇવર પાસેથી દંડ વસૂલો. સરકારે માસ્ક નહીં પહેરનાર પાસેથી 1 હજાર દંડ વસૂલવા અને વારંવાર પકડાય તો 5 હજાર સુધી પણ દંડ વસૂલવો જોઈએ. હાલ સરકાર રૂ.500નો દંડ વસૂલે છે, તે વધારવા હાઇકોર્ટે અગાઉ પણ આદેશ કર્યો છે.

Last Updated : Aug 11, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.