- પહેલા એક મહિનામાંમાં એવરેજ 75 લાખ ડોઝ મળતા હવે 55 લાખ જ મળશે
- દર રવિવારે અંદાજિત 2.5 લાખ વેક્સિનના ડોઝ મળતા હતા
- મહિનામાં 8 દિવસ બંધ રહેશે વેક્સિન
ગાંધીનગર : સમગ્ર દેશમાં 21 જૂનથી કોરોના રસીકરણ મહાઅભિયાન(Corona vaccination campaign)ની શરૂ કરવામાં આવ્યું હતી. ગુજરાત(Gujarat)માં પણ રસીકરણ મહાઅભિયાનની શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં રાજ્ય સરકાર(State Government) દ્વારા દર રવિવારે રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે દર રવિવારે એવરેજ 2.5 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવતા હતા, જુલાઈ મહિનાન ત્રીજા રવિવારથી દર રવિવારે રસી નહીં આપવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, સાથે બુધવારે મમતા દિવસના કારણે રસીકરણ બંધ કરવામાં આવ્યું.
એક દિવસમાં અઢી લાક લોકોને રસી
ગુજરાત રાજ્યમાં સરેરાશ એક દિવસમાં અઢી લાખ લોકોને રસી આપવામાં આવે છે અને ક્યારેક આ આંકડામા પણ વધારો પણ થાય છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા દર રવિવારે લોકોને રસી આપવામાં નહીં આવે એટલે કે મહિનાના 4 રવિવારે 10,00,000 લાખ લોકોને રસી નહીં મળે. આ ઉંપરાત બુધવારે મમતા દિવસ હોવાના કારણે પણ લોકોને રસી નહી મળે. જેથી રાજ્યમાં 4 બુધવારે 20,00,000 લાખ લોકોને રસી નહીં મળે. પહેલા રાજ્યમાં એક મહિનામાં 75,00,000 લોકોને રસીના ડોઝ મળતા હતા પણ હવેથી 55,00,000 લાખ લોકોને રસી મળશે.
આ પણ વાંચો : રાજ્યમાં ત્રણ દિવસથી વેક્સિનેશન બંધ, વેપારીઓને રસી મુકાવામાં હાલાકી
માત્ર 5 દિવસ ચાલશે રસીકરણ
એક બાજુ વિશેષજ્ઞો સંભવિત ત્રીજી લહેરની આકાંક્ષાઓ સેવી રહ્યા છે ત્યારે બીજી બાજુ રસીકરણની કામગીરી ધીમી થઇ રહી છે. પહેલા રાજ્યમાં રસીકરણ સમગ્ર સપ્તાહ ચાલતું હતું પણ તે હવે 5 દિવસ જ ચાલશે. ત્રીજી લહેર પહેલા 18 વર્ષથી વધુ વયના 4 કરોડ 90 લાખ લોકોને સુરક્ષિત કરવા જરૂરી છે જ્યારે બીજી બાજુ 2022ની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર માટે કોરોના અને ચૂંટણી બંને પડકાર રૂપ છે તેવામાં રસી દ્વારા લોકોને સુરક્ષિત કરવા પણ એટલા જ જરૂરી છે.
આ પણ વાંચો : Corona Vaccination Campaign: નવસારીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ