- પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ પૂર્ણતાના આરે
- ગાંધીનગર રેલવે સ્ટેશન પર 5 સ્ટાર હોટલ તૈયાર
- લગભગ તમામ કામ પૂર્ણ
- રાજ્ય સરકારે હોટેલના ઉદ્દઘાટન માટે પીએમ મોદીનો સમય માંગ્યો
ગાંધીનગર :મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે ગાંધીનગર રેલવેે સ્ટેશન પરની (Hotel Leela) હોટલ લીલા સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરવામાં આવી છે અને તેનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે માટેની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે અને પીએમ મોદીના સમય પણ માંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે
પીએમ મોદીના હસ્તે થશે ઉદ્દઘાટન,2019માં થવાનો હતો પ્રોજેક્ટ પૂર્ણ
મહત્વની વાત કરવામાં આવે તો ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલ હોટલનું પ્રોજેક્ટ વર્ક 2019 પૂર્ણ થવાનું હતું. પરંતુ કોરોનાના કપરા કાળ અને વર્ષ 2020માં કોરોનાના કારણે લોકડાઉન અને અન્ય પરિસ્થિતિએ સંજોગ સર્જતાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઇ ન હતો. ત્યારે હવે આ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે ત્યારે ગમે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોટલનું ઉદ્દઘાટન કરી શકે તેમ છે.
આ પણ વાંચોઃ રેલવે લાઇન પર બનેલી ભારતની પ્રથમ હોટલ લીલા લગભગ તૈયાર, વાઇબ્રન્ટ મહોત્સવમાં PM મોદી કરશે લોકાર્પણ