ETV Bharat / city

કોર કમિટીની બેઠકમાં હાઈકોર્ટના હુકમની ચર્ચા થશે, સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદમાં જ કોવિડ કેર સેન્ટર - કોવિડ કેર યુનિટ

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે કેબિનેટ બેઠક દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં માસ્ક ન પહેરનારા લોકો વિરુદ્ધ લાલ આંખ કરી છે, અને નિર્ણય કર્યો છે કે જે લોકો માસ્ક ના પહેરે તેને કોવિડ કેર સેન્ટરમાં ફરજ આપો, આ બાબતે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્ણયનો કોર કમિટીની બેઠકમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

હાઇકોર્ટના હુકમનો કોર કમિટીમાં થશે ચર્ચા, સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદમાં જ કોવિડ કેર સેન્ટર

author img

By

Published : Dec 2, 2020, 8:58 PM IST

  • હાઇકોર્ટનો ગુજરાત સરકારને આદેશ
  • માસ્ક ના પહેરનાર વિરુદ્ધ કરો કડક કાર્યવાહી
  • જે માસ્ક ના પહેરે તેને કોવિડ સેન્ટરમાં સેવા કરાવો
  • કોર કમિટીની બેઠકમાં હાઇકોર્ટના હુકમની થશે ચર્ચા

ગાંધીનગર: ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ હાઈકોર્ટના નિર્ણય બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. તે નિર્ણય મુદ્દે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરશે, સાથે જ માસ્ક નો પહેરનારા લોકો માટે પણ ખાસ હવે એસઓપી રાજ્ય સરકાર બહાર પાડશે.

હાઇકોર્ટના હુકમનો કોર કમિટીમાં થશે ચર્ચા, સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદમાં જ કોવિડ કેર સેન્ટર

હાઇકોટે માસ્ક ના પહેરનાર લોકો વિરુદ્ધ કરી લાલ આંખ

દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરાણા સંક્રમણ અતિશય વધી રહ્યું છે, જેને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટમાં એક રીટ પીટીશન દાખલ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો વિરુદ્ધ લાલ આંખ કરી છે, સાથે જ હાઇકોર્ટ દ્વારા એવો પણ નિર્ણય કર્યો છે કે જે લોકો માસ્ક ન પહેરે તે લોકોને કોવિડ કેર સેન્ટરમાં પાંચથી સાત કલાકની સરકાર ડ્યુટી આપવામાં આવે.

સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદ શહેરમાં જ કોવિડ કેર સેન્ટર

પ્રદિપસિંહ જાડેજા સેન્ટરની માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદ શહેરમાં જ 2થી 3 જેટલા કોવિડ કેર યુનિટ કાર્યરત છે, ત્યારે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણય રાજ્ય સરકાર કઈ રીતે અમલમાં મુકશે તે પણ જોવાનું રહ્યું.

કોર કમિટીની બેઠકમાં હાઈકોર્ટના હુકમની ચર્ચા થશે, સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદમાં જ કોવિડ કેર સેન્ટર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.