- રાજ્યમાં પોલીસની કામગીરી-ભરતી આયોજન બાબતે HM હર્ષ સંઘવીની જાહેરાત
- TRB જવાનો પૈસા લેતા હશે તો ઉપરી અધિકારીઓ પર થશે કાર્યવાહી
- પોલીસની ભરતીમાં શારીરિક કસોટીને મહત્વ આપવામાં આવશે
- સુરત અને રાજકોટ પોલીસની કામગીરીને વખાણી
ગાંધીનગર : હર્ષ સંઘવીએ (HM On Police Recruitment) વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં પોલીસ વિભાગમાં અનેક ભરતી આવી રહી છે ત્યારે પોલીસ ભરતીમાં (Police Recruitment) શારીરિક કસોટીના ગુણને પ્રથમ મેરિટમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ઉમેદવાર શારીરિક રીતે સજ્જ હશે તેઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારને પોલીસ ભરતી બાબતે અનેક પ્રકારના સૂચનો પ્રાપ્ત થયાં છે ત્યારે આ સૂચનોનું પણ નિરીક્ષણ અને પરીક્ષણ કર્યા બાદ રાજ્ય સરકાર આવનારા સમયમાં મહત્વના નિર્ણયો કરશે.
TRB જવાનો પૈસા ન લઈ શકે
મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મહાનગરપાલિકા વિસ્તારોમાં ટીઆરબી જવાનોનો (TRB jawans ) ત્રાસ વધી રહ્યો છે ગમે ત્યારે ગમે તે વાહનચાલકોને રોડ પર ઊભા રાખીને તેમની સાથે ઘણું કરીને પૈસા ઉઘરાવવાની ફરિયાદો રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન (HM Harsh Sanghvi) સંઘવીએ તમામ TRB jawans અને અધિકારીઓને કડક સૂચના આપતાં જણાવ્યું હતું કે TRB jawans પૈસા લેવાનો કોઈ પણ પ્રકારનો હક આપવામાં આવ્યો નથી અને જો આવી ઘટના હવે સામે આવશે તો જવાનના ઉપરી અધિકારીઓને આવી ઘટનાનો જવાબ આપવો પડશે.
સુરત પોલીસે ફક્ત 9 દિવસમાં ચાર્જશીટ કરી
સુરતમાં 10 દિવસ પહેલા બનેલી ચાર વર્ષ અને 11 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના મામલે સંઘવીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. જેમાં ફક્ત નવ દિવસની અંદર જ તમામ આરોપીઓની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે નવ દિવસની અંદર જ ચાર્જશીટ પણ ફાઇલ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આવી કોઈ પણ ઘટના બનેે તો વધુ પ્રાધાન્ય આપીને વહેલામાં વહેલી તકે આરોપીને નશ્યત થાય તે બાબતે પણ વિભાગને સૂચના આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આવી એકપણ બાળકીઓ અને દીકરીઓને જો ઘટનાનો ભોગ બને તો તાત્કાલિક ધોરણે તેમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજકોટ ડ્રગ્સ કેસમાં પોલીસે 5 લોકોની કરી ધરપકડ
રાજકોટ ડ્રગ્સ કેસની વાત કરવામાં આવે તો જે યુવાનના માતાએ રાજકોટ એસ.ઓ.જી ને દસ દિવસ પહેલાં ફરિયાદ કરી હતી તે બાબતે રાજકોટ પોલીસ દ્વારા તાબડતોબ તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં ટ્રેક ગોઠવી દેવામાં આવી હતી અને તેની ધરપકડ કરી દેવામાં આવી છે. જ્યારે આજે અન્ય 5 લોકોની પણ ધરપકડ કરી હોવાનું HM Harsh Sanghvi એ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચોઃ નશાકારક દ્રવ્યોને રાજ્યમાં આવતા રોકવા માટે સરકાર કટિબદ્ધ : હર્ષ સંઘવી
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020: રાજ્યમાં નવી શિક્ષણનીતિના અમલીકરણની CM ભુપેન્દ્ર પટેલે કરી સમીક્ષા