- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કથિત ઉત્તરવહી ગેરરીતિ તપાસનો મામલો
- ગેરરીતિને લઇને ACS પંકજકુમાર સમગ્ર મામલે કરશે તપાસ
- કૌભાંડમાં કોઇપણ વ્યક્તિઓને બચાવવામાં આવતા નથી, જવાબદારો સામે કાર્યવાહી કરાશે: શિક્ષણ પ્રધાન
અમદાવાદ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કૌભાંડ મામલે શિક્ષણ પ્રધાને મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં જાણકારી આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કથિત ઉત્તર ગેરરીતિની તપાસ મામલે ઉચ્ચ શિક્ષક નિયામક નાગરાજને તપાસ સોંપવામાં આવી હતી. જે ચૂંટણીની જવાબદારીઓના કારણે રાજ્યની બહાર છે. શિક્ષણ પ્રધાને વધુમાં જણાવ્યું કે, મુખ્યપ્રધાનના માર્ગદર્શન હેઠળ કૌભાંડ મામલે ઝડપથી તપાસ થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને સરકારે હવે ACS પંકજકુમારને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં રિ-એસેસમેન્ટમાં થયેલ કથિત ગેરરીતિ માટે રિપોર્ટ યુનિવર્સિટીમાં સબમીટ કરાયા
ACS પંકજકુમારને તપાસ સોંપવામાં આવી
કૌભાંડની ઝડતી તપાસ થાય તે માટે ACS પંકજકુમારને તપાસ સોંપવામાં આવી છે. પંકજકુમાર ઝડપથી સમગ્ર તપાસ કરી સરકારને રિપોર્ટ કરશે. શિક્ષણ પ્રધાને કહ્યું કે, દોશીતો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તમામ રિપોર્ટ 15 દિવસમાં આવી જાય તે પ્રમાણે પંકજકુમારને સૂચન કરવામાં આવ્યું છે.
10થી વધુ કમિટીની રચના થઈ, એક પણ કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી
ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કૌભાંડ માટેની તપાસ થઈ ચૂકી હોવા છતાં સરકાર તારીખ પર તારીખ આપી રહી છે. જેને લઇને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, સરકાર દોષિતોને છાવરવાનું બંધ કરે અને તપાસ રિપોર્ટ રજૂ કરે. તપાસ મામલે 10થી વધુ કમિટીની રચના થઈ છે, પરંતુ એક પણ કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. કૌભાંડમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોડાયેલું છે. જેને લઈને ઝડપથી તપાસ થવી જોઇએ અને રિપોર્ટ પણ ઝડપથી બહાર આવો જોઈએ.
આ પણ વાંચો: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવાદિત પરિપત્રથી વિધાર્થીઓએ નોંધાવ્યો વિરોધ
વિદ્યાર્થીઓ પાસેથી નાણાં વસૂલી યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા
કિરીટ પટેલે વધુમાં કહ્યું કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિના શાસનમાં જ ત્રણ તપાસ કમિટીની રચના કરવામાં આવી. પી.જે. પટેલની તપાસમાં શેર કરવામાં આવ્યું હતું કે જી.જે વોરા કેમેસ્ટ્રી વિભાગના મુખ્ય વડા હતા. તેમણે વિદ્યાર્થીઓ પાસેથી નાણાં વસૂલી યુનિવર્સિટીમાં જમા કરાવ્યા હતા. તપાસ શરૂ થઇ ગયા બાદ તેમણે યુનિવર્સિટીમાં નાણાં જમા કરાવ્યા હતા. તપાસમાં પણ સામે આવ્યું હતું કે, અમેરિકા કે બહાર રહેતા લોકોના નામે બીલો બનાવી પૈસાની ઉચાપત કરી હોવાનું પણ સાબિત થયું હતું.
રિપોર્ટ ઝડપથી રજૂ કરવા સરકાર સામે માંગણી કરાઈ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે અગાઉ બનાવવામાં આવેલી કમિટીના રિપોર્ટને આધારે પણ દોષિતોને સજા કરવામાં આવે. હાલમાં પંકજકુમારને જે તપાસ સોંપવામાં આવી છે, તેનો રિપોર્ટ ઝડપથી રજૂ કરવા સરકારની સામે માંગણી કરી હતી.