ગાંધીનગરઃ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેક્ટર ટી. જે. વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનરે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં 22 જૂન સુધીમાં 111.31 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 11.46 ટકા છે. રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આજ દિન સુધી વરસાદ નોંધાયો નથી. જ્યારે તે સિવાયના અન્ય તમામ તાલુકામાં વરસાદ 1 મીમીથી લઈ 343 મીમી સુધી નોંધાયો છે.
IMD દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ કે, ચાલુ વર્ષે અંદાજિત 28.44 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 22 જૂન સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 14.99 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 33.50 ટકા વાવેતર થયું છે.
સિંચાઈ વિભાગ, આર & બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વતૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે
રાજ્યમાં મધ્ય ગુજરાતમાં બે દિવસ વરસાદ આવ્યાં બાદ હાથતાળી આપીને જતો રહ્યો છે. અષાઢી બીજના દિવસે પણ ભલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યાં નથી. પરંતુ મેઘરાજાએ અમીછાંટણા પણ કર્યા નથી. તેવા સમયે આજે રાજ્યમાં હવામાનને લઈને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.