ગાંધીનગર :રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 205 જળાશયો પૈકી ૩૭ જેટલા જળાશયો 100 ટકા પાણીથી છલકાઈ ગયા છે જ્યારે રાજ્યના 126 તાલુકામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લાં 24 કલાકમાં નોંધાયો છે.
જળાશયોમાં પાણીની આવકની વિગત 57 જળાશયોમાં 70 ટકા પાણીની આવક |
ભારે વરસાદની આગાહીને લઇને અગમચેચી રાખતાં વહીવટીતંત્ર દ્વારા ભારે વરસાદની શક્યતા ધરાવતાં વિસ્તારોને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 13 જેટલી એનડીઆરએફ ટીમ તહેનાત કરવામાં આવી છે. જેમાં સુરત, વલસાડ ,નવસારી, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, પાલનપુર, જામનગર, મોરબી,કચ્છ, પાટણમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ અગમચેતીરૂપે NDRFની ટીમને સજ્જ કરી દેવામાં આવી છે.