ગાંધીનગર: રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાની તાંડવ મચાવ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો સુરતમાં વધુ વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ભારે વરસાદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. જ્યારે હજુ પણ આવનાર દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. જેને ધ્યાનમાં લઈને સરકારની નજર દક્ષિણ ગુજરાત પર જ છે. આ સાથે જ તમામ અધિકારીઓ જોડે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વરસાદ પર પ્રતિક્રિયા આપતાં સરકારના આયોજન બાબતે સ્પષ્ટપણે જણાવ્યું કે, સુરતમાં અને સુરતની આજુબાજુના શહેરોમાં પડી રહેલા વરસાદને કારણે સરકારની નજર દક્ષિણ ગુજરાત ઉપર સતત છે. તેમજ શુક્રવારે સુરતના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ વધુ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, તો ઉકાઇ ડેમમાંથી 75000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ આજવા ડેમ ઓવરફ્લો થાય અને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવે તો વડોદરામાં પણ પ્રોબ્લેમ થાય ત્યારે તે બંને દષ્ટિથી ગઈ કાલેથી લાગતા વળગતા તમામ અધિકારીઓ અને પ્રધાનો સાથે સરકાર સંપર્કમાં છે.
જો આગામી દિવસોમાં જે આગાહી આપવામાં આવી છે. જેના સંદર્ભમાં વધુ વરસાદ થાય તો તેની તૈયારીમાં પણ સરકાર છે અને ઓછામાં ઓછું નુકસાન થાય તે બાબતના પ્રયત્નો કરવામાં આવશે. આમ, જે રીતે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. જેને ધ્યાનમાં લઇને સરકાર પણ દક્ષિણ ગુજરાતમાં ઓછું નુકસાન થાય તે દિશામાં કામકાજ હાથ ધર્યું છે.