ETV Bharat / city

રાજ્યમાં ભારે વરસાદ, NDRF ટીમે મોરબીમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું - મ્યુનિસિપલ કમિશનર

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ સાત દિવસ અતિભારે વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે NDRFને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. જ્યારે ગત મોડીરાત્રે મોરબી જિલ્લામાં પુરમાં ફસાયેલા છ લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા.

NDRF team
NDRF ટીમે મોરબીમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું
author img

By

Published : Aug 14, 2020, 6:07 PM IST

ગાંધીનગર : રાજ્યના NDRFના કમાન્ડો વિજયસિંહ જણાવ્યું હતું કે, તકેદારીના ભાગરૂપે રાજ્યમાં 13 જેટલી NDRFની ટીમ ને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ત્રણ NDRFની ટીમ મોકલવામાં આવી છે. જ્યારે હજુ રાજ્યમાં ડેમમાં પાણીની જગ્યા હોવાના કારણે રેસ્ક્યુ અથવા સ્થળાંતરની કાર્યવાહી શરૂ કરી નથી પરંતુ સાત દિવસમાં અતિભારે વરસાદની આગાહી છે તે દરમિયાન જિલ્લા કલેકટર સાથે સંપર્ક અને બેઠક કરીને સ્થળાંતરની પ્રક્રિયાની જરૂર પડશે તો કરવામાં આવશે. આ સાથે જ શુક્રવારે સવારના પાંચ વાગ્યા સુધી મોરબીમાં લોકોના રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

NDRF ટીમે મોરબીમાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું

રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ 225 રસ્તાઓ પણ બંધ કરવાની ફરજ પડી છે સ્ટેટ હાઇવે સહિત પંચાયત હસ્તકના રસ્તાઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આમ સમગ્ર રાજ્યમાં કુલ 225 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે જેમાં...

બંધ કરેલા રસ્તાની વિગત

  • સ્ટેટ હાઇવે
  • ભરૂચ 1
  • સુરત 6
  • તાપી 1
  • રાજકોટ 1
  • દ્વારકા 1
  • સુરેન્દ્રનગર 1
  • પોરબંદર 1

જિલ્લાના રસ્તાઓ જે બંધ છે

  • તાપી 4
  • છોટા ઉદેપુર 1
  • બરોડા 1

પંચાયત હસ્તક બંધ રસ્તાઓ

  • બરોડા 10
  • નર્મદા 4
  • છોટાઉદેપુર 1
  • દાહોદ 2
  • ભરૂચ 2
  • સુરત 94
  • તાપી 44
  • નવસારી 17
  • વલસાડ 15
  • ડાંગ 9
  • રાજકોટ 1
  • દ્વારકા 2
  • જુનાગઢ 3
  • પોરબંદર 3

જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરત કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે જ તંત્રને એલર્ટ રહેવાની પણ સૂચના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી હતી. જ્યારે ભારે વરસાદના કારણે ઉકાઈ અને આમલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનો અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુચના આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.