ETV Bharat / city

Head Clerk Paper schedule : હેડ કલાર્ક વર્ગ 3 ની પરીક્ષાની તારીખ થઇ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા - હેડ કલાર્ક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(Gujarat Secondary Service Selection Board) દ્વારા હેડ કલાર્ક(Head Clerk) વર્ગ 3 ની પરીક્ષા 20 માર્ચના રોજ સમય બપોરે 12થી 02 ના સમયગાળા દરમિયાન યોજાશે.

Head Clerk Paper schedule
Head Clerk Paper schedule
author img

By

Published : Feb 3, 2022, 6:59 PM IST

Updated : Feb 3, 2022, 8:05 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(Gujarat Secondary Service Selection Board) દ્વારા તારીખ 12 ડિસેમ્બરના રોજ હેડ કલાર્કની(Head Clerk) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે પરિક્ષા રદ્દ કરવામાં આવી હતી, ત્યારે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષા આગામી તારીખ 20 માર્ચના રોજ યોજવામાં આવશે.

IAS/IPS દ્વારા કરવામાં આવ્યું આયોજન

પરીક્ષાને ધ્યાનમાં લઇને સિનિયર IAS અને IPS દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પ્રશ્નપત્ર લીક ન થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 20 માર્ચ 2022ને રવિવારના રોજ બપોરે 12થી 02 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર પરિક્ષાના 10 દિવસ પહેલા ડાઉનલોડ કરી શકસે.

આ પણ વાંચો : GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસને મળી વધુ એક સફળતા, મુખ્ય આરોપીના ભત્રીજા સહિત 2ને કોર્ટમાં રજૂ કરાયા

સાણંદથી પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું હતું પેપર

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાણંદની એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર તૈયાર કરવા માટે આપ્યું હતું, જેમાં પરીક્ષા પહેલાના બે દિવસ પહેલાં જ પેપર સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યું હતું. હિંમતનગરના પ્રાંતિજમાં આ પેપરો 10થી 12 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Head Clerk Paper Leak 2021: કૉંગ્રેસે મોક વિધાનસભા સત્રનું આયોજન કર્યું, તમામ મુદ્દે સરકારની ટીકા કરી

Last Updated : Feb 3, 2022, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.