ETV Bharat / city

હાથરસ ગેગરેપ મામલો: આરોપીઓને 7 દિવસ એફએસએલમાં રખાશે, નાર્કો ટેસ્ટ-બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસ્કીલેશન ટેસ્ટ કરાશે

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 19 વર્ષીય યુવતી પર થયેલા ગેંગરેપમાં તપાસ સામે અનેક વિરોધ થયાં હતાં. જે બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસના આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવ્યાં છે. આજે (સોમવાર) ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તમામ આરોપીઓને ગુજરાત એફએસએલમાં વધુ તપાસ માટે લાવવામાં આવ્યાં છે. તમામ આરોપીઓને સાત દિવસ સુધી ગુજરાતમાં રાખવામાં આવશે.

હાથરસ ગેગરેપ મામલો :  આરોપીઓને 7 દિવસ એફએસએલમાં રખાશે, નાર્કો ટેસ્ટ- બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસ્કીલેશન ટેસ્ટ કરવામાં આવશે

author img

By

Published : Nov 23, 2020, 2:01 PM IST

  • હાથરસ ગેંગરેપના આરોપીઓ ગુજરાત લવાયાં
  • એફએસએલમાં થશે આરોપીઓની વૈજ્ઞાનિક ઢબે તપાસ

7 દિવસ હાથરસ ગેંગરેપના આરોપીઓ ગુજરાતમાં

ગાંધીનગર: સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ ગેંગરેપના આરોપીઓ રવિ, સંદીપ રામુ અને લવકુશ આ તમામ આરોપીઓને ગઈકાલે (રવિવાર) અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉત્તર પ્રદેશથી ટ્રેન મારફતે લાવવામાં આવ્યાં હતાં. જ્યારે આજે (સોમવાર) સવારે 10:30 કલાકની આસપાસ ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યાં છે. આ તમામ આરોપીઓને સાત દિવસ સુધી એફએસએલમાં તપાસ અર્થે લાવવામાં આવશે.

બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસ્કીલેશન ટેસ્ટ કરવામાં આવશે

એફએસએલના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તમામ આરોપીઓના બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસ્ટ્રેલિયન સિગ્નેચર ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રો સાયકોલોજીકલ impulse ટેસ્ટ પણ તમામ આરોપીઓના કરવામાં આવશે. અત્યારે નાર્કોટેસ્ટ અને અન્ય ટેસ્ટ પણ કરવામાં આવશે, પરંતુ આજે પ્રથમ દિવસે તેમના મેડિકલ ટેસ્ટ કર્યા બાદ અન્ય ટેસ્ટ સમયાંતરે કરવામાં આવશે.

ગાંધીનગર એફએસએલમાં થશે આરોપીઓની વૈજ્ઞાનિક ઢબે તપાસ

દિલ્હીથી કરવામાં આવી હતી ધરપકડ

ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસમાં તમામ આરોપીઓ ઘટના બાદ ફરાર થયાં હતાં. પરંતુ 29 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની સરદારગંજ હોસ્પિટલમાંથી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે 13 ઓક્ટોબરના રોજ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે.

તપાસ દરમિયાન સાબરમતી જેલમાં રાખવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓને સાત દિવસ માટે ગાંધીનગર એફએસએલ ખાતે તપાસ માટે લાવવામાં આવશે અને સમયાંતરે તેઓના અલગ-અલગ ટેસ્ટ પણ કરવામાં આવશે. ચાર આરોપીઓ હોવાના કારણે તેઓને કુલ 7 દિવસ સુધી ગાંધીનગર ખાતે ટેસ્ટ માટે લાવવામાં આવશે. પરંતુ ટેસ્ટ બાદ આરોપીઓની તપાસ પછી તેઓને રાત્રે સાબરમતી જેલ ખાતે રાખવામાં આવશે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ એહવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.