ગાંધીનગર : વર્ષ-2014 થી 2021 સુધીમાં ગુજરાત રાજ્યની જાહેર પરીક્ષાઓના કુલ 11 જેટલી પરીક્ષાઓ ના પ્રશ્નપત્ર વાયરલ થયા છે અથવા પરીક્ષામાં કૌભાંડ (Paper leak scam in Gujarat) થયા હોવાના આક્ષેપો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Allegation ) કર્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કમિટીમાં યુવાઓ દ્વારા અનેક પુરાવા આપ્યા છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ ન કર્યા નથી થઈ અને હેડ ક્લાર્કની પરીક્ષા લીક કૌભાંડમાં પણ હજુ સુધી કોઇ જ નક્કર કાર્યવાહી થતી હોવાના આક્ષેપો યુવરાજસિંહ જાડેજા કર્યા હતાં. ત્યારે તેનો પ્રત્યુત્તર આપતાં રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે (Harsh Sanghvi Statement) યુવાઓના ભવિષ્યને રાજકીય રૂપ ન આપવું જોઈએ.
અઠવાડિયામાં FSL નો રિપોર્ટ આવશે
હજી સુધી કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી ન કરાઇ હોવાના આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યા (Yuvrajsinh Jadeja Allegation )હતાં. ત્યારે આ બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાને (Harsh Sanghvi Statement) વધુમાં જણાવ્યું હતું કે અઠવાડિયાની અંદર એફ.એસ.એલ.ના રિપોર્ટ આવશે અને અપ્રેઝલ રિપોર્ટ બાદ નક્કર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે .સાથે જ જે લોકો પ્રાથમિક તબક્કે સંડોવાયેલા હતા તે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે અને તમામ લોકોની ધરપકડ ગણતરીના કલાકોમાં કરવામાં આવી હતી.
તમામ આક્ષેપો સાચા ન હોય
યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Allegation )અનેક આક્ષેપો રાજ્ય સરકાર ઉપર કર્યા છે ત્યારે આ (Paper leak scam in Gujarat)તમામ આક્ષેપોનો જવાબ આપતા હોય પરંતુ (Harsh Sanghvi Statement) જણાવ્યું હતું કે જે પણ આક્ષેપો હોય તે તમામ આક્ષેપો સાચા ન હોય. તમામ આક્ષેપોની તપાસ થાય અને જો સાચા હોય તો જ તેમની તપાસ થઈ શકે છે. આમ તમામ આક્ષેપો સાચા હોય તે પણ જરૂરી નથી. જેથી કોઈપણ વ્યક્તિએ યુવાઓના ભવિષ્યને રાજનીતિ સાથે સરખાવવામાં નહીં.
આ પણ વાંચોઃ Kishan Murder Case : હવે રેલીઓ નહીં યોજાય, ATS પર સમાજને વિશ્વાસ : ભરવાડ સમાજના આગેવાન
આવનારી પરીક્ષાના આયોજનમાં આઇપીએસ અને આઈ.એ.એસ આયોજન કરી રહ્યા છે
હસનપુરમાં તેમણે (Harsh Sanghvi Statement) જાહેરાત કરી હતી કે આવનારા દિવસોમાં જે પણ રાજ્ય સરકારની જાહેરાતની પરીક્ષા આવશે. તે પરીક્ષા ધ્યાનમાં લઇને રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી અને આઇએએસ અધિકારીઓ પરીક્ષા નિષ્ઠાપૂર્વક યોજાય અને કોઈપણ પ્રકારે કૌભાંડ ન થાય તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા અમુક સિનિયર આઇપીએસ અધિકારી અને આઇએએસ અધિકારીઓની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના આયોજન પ્રમાણે જ પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે આ બાબતે હવે (Yuvrajsinh Jadeja Allegation ) કોઇપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ તેવી ટકોર પણ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કરી હતી.