ETV Bharat / city

હર્ષ સંઘવીએ રજૂ કરી ગુજરાતી યુવાનોની નવી તસવીર, ફાફડા ઢોકળાંનો કેમ કર્યો ઉલ્લેખ જૂઓ

ગુજરાતમાં યુવાનોની છબી બદલાઈ હોવાનું નિવેદન રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ Sports Minister Harsh Sanghvi આજે ગાંધીનગરમાં આપ્યું હતું. તેઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત Sports Authority of Gujarat નવા બિલ્ડીંગના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે ગુજરાતી યુવાનોની Gujarati youth ખમણ ફાફડા ઢોકળાના નામની ઓળખ બદલાઈને હવે ટીમ ઇન્ડિયા Team India ની બની ગઇ છે.

હર્ષ સંઘવીએ રજૂ કરી ગુજરાતી યુવાનોની નવી તસવીર, ફાફડા ઢોકળાંનો કેમ કર્યો ઉલ્લેખ જૂઓ
હર્ષ સંઘવીએ રજૂ કરી ગુજરાતી યુવાનોની નવી તસવીર, ફાફડા ઢોકળાંનો કેમ કર્યો ઉલ્લેખ જૂઓ
author img

By

Published : Aug 12, 2022, 9:26 PM IST

ગાંધીનગર : રાજ્યના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ Sports Minister Harsh Sanghviઆજે ગાંધીનગરમાં નવનિર્મિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સ્પોર્ટ્સ Sports Authority of Gujarat ના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાતના યુવાનો ખમણ ફાફડા ઢોકળાના નામે ઓળખાતા image of Gujarati youth હતાં પરંતુ હવે આજના યુવાનો ટીમ ઇન્ડિયા Team India તરીકે રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને દેશનું નામ પણ આગળ વધારી રહ્યા છે.

ભૂતકાળમાં અમુક લોકોએ ગુજરાતના યુવાઓ પર કટાક્ષ કર્યો હતો

પહેલા ગુજરાતના યુવાઓનું અપમાન થતું હતું હર્ષ સંઘવીએ Harsh Sanghvi મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલા ગુજરાતના યુવાઓનું અપમાન થતું હતું અને ગુજરાતના યુવાઓને ખમણ ઢોકળા ફાફડા તરીકે સંબોધવામાં આવતા હતાં. પરંતુ હવે અત્યારના વર્તમાન સમયમાં ગુજરાતના યુવાનો તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાત એક આગવું સ્થાન ધરાવે છે. જ્યારે ભૂતકાળમાં અમુક લોકોએ ગુજરાતના યુવાઓ પર કટાક્ષ કર્યો હતો. ત્યારે આજે ગુજરાતનો યુવાન તમામ રમત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને અત્યારે જે કોમન વેલ્થ ગેમ્સ Common Wealth Games માં 5 જેટલા યુવાઓએ ભાગ લીધો હતો જેમાં તમામ યુવા ખેલાડીએ મેડલ જીત્યા છે.

આ પણ વાંચો નારી તું નારાયણ : રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં પહેલા મહિલા સુકાની બન્યા

તમામ પ્રકારની વ્યવસ્થા હશે હર્ષ સંઘવી Harsh Sanghvi એ જણાવ્યું હતું કે ગુજરાતના નવ નિમિત્તે બિલ્ડીંગ અને આસપાસના ગ્રાઉન્ડ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થાઓ યુવાઓ માટે રાખવામાં આવશે જેથી વધુમાં વધુ યુવાનો આવનારા ભવિષ્યમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શકે અને ત્યારબાદ દેશનો પણ પ્રતિનિધિત્વ કરી શકે આ ઉપરાંત રાજ્ય સરકારે દ્વારા યુવાઓને રમત ગમત માટેની જે યોજનાઓ છે તે યોજનાનો વધુમાં વધુ ઉપયોગ કરીને વધુમાં વધુ યુવાઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવામાં આવશે.

આ પણ વાંચો Sports complex in Patan : જૂઓ વિદ્યાર્થીઓ માટે રમતગમતની કેવી સગવડ થઇ

નેશનલ ગેમ્સના અધિકારીઓ અહીં સ્થાન આપવામાં આવ્યું હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નેશનલ ગેમ્સનું પણ આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે. ત્યારે નેશનલ ગેમ્સના National Games આયોજનના ભાગરૂપે અહીં અધિકારીઓની પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રે ગાંધીનગરમાં 23 એકરથી વધારે જગ્યા આપીને આ સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે રમતગમત સાથે જોડાયેલા જે પણ કામો હોય તે એક જ સ્થળેથી થઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા એક જ ભવન ખાતે કરવામાં આવી છે. સારી રીતે તમામ રમત ગમતનું સંચાલન થઈ શકે તે પ્રમાણે આ નવા ભવનમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.