સુરત : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી બીજીવાર કરોના પોઝિટિવ થયા છે. કોરોનાગ્રસ્ત અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓએ પોતે કોરોના ટેસ્ટિંગ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આઇસોલેટ થયા છે
સુરતમાં નોંધાયા 1,678 કેસ
સુરત શહેરમાં આજે કોરોના કેસ કુલ 1,678 કેસ આવ્યા છે. ફુલ એક્ટિવ કેસ ૮૨૬૨ છે. શહેરમાં આજદિન સુધી કુલ 1,19,834 કેસ છે. આજે ઓમિક્રોનના 0 કેસ છે. ઓમિક્રોનના એક્ટિવ કેસ પણ 0 છે. કોરોનાથી એક દર્દીનું મોત નથી. સુરત જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે શહેરમાં કુલ 369 લોકો સ્વસ્થ થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,11,620 લોકો સ્વસ્થ થયા છે. આજે 16,005 લોકો વેક્સીનેટ થયા છે. આજે 15 થી 18 વર્ષના બાળકોને 12,394 વેક્સીન આપવામાં આવ્યું છે.તથા સિનિયર સિટીઝનને આપવામાં આવતું પ્રિકોશન ડોઝની કુલ 4422 લોકોને આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં 11,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા : આરોગ્ય પ્રધાન