ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં વિદેશ જવાનો ખૂબ જ ક્રેઝ કેવા પરિણામ લાવી શકે તે સામે આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના તાલુકાના ડીંગુચા ગામના 4 લોકો કેનેડાના વિઝા લઈને યુ.એસ. બોર્ડર ગેરકાયદેે ક્રોસ કરી રહ્યાં હતાં. જેમાં યુએસ કેનેડા બોર્ડર પર -35 થી -41 ડીગ્રી ઠંડી હોવાને કારણે પૂરા પરિવારનું મોત (Gujarati Death at Canada Border) થઈ ગયું હતું. જેમાં યુ.એસ.દ્વારા સત્તાવાર પ્રેસનોટમાં આ તમામ 4 વ્યક્તિ ભારતના ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના (Dingucha patel Family Death Case ) હોવાનું સામે આવ્યું છે. જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે તમામ 4 મૃતદેહોની અંતિમ વિધિ કેનેડામાં જ કરવામાં આવશે.
માઈનસ 35 ડીગ્રી, ઠંડી થી મોત
High commission of india ની પ્રેસનોટની વિગત પ્રમાણે 19 જાન્યુઆરીના રોજ વૈશાલીબેન પટેલ 37 વર્ષ, જગદીશભાઈ પટેલ 39 વર્ષ, ધાર્મિક પટેલ 3 વર્ષ, અને વિશાંગી પટેલ 11 વર્ષ આમ તમામ 4 લોકો એક જ પરિવારનાઓના મૃતદેહ (Gujarati Death at Canada Border) મળ્યાં હતાં, જેઓ માઇનસ 35 થી માઇનસ 41ની ડિગ્રી વચ્ચે કેનેડા યુએસની બોર્ડર ક્રોસ કરી રહ્યા હતાં અને ઠંડીના કારણે તમામના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે આ સત્તાવાર રીતે કેનેડિયન ઓથોરિટી (Canada US Border Gujarati Family Death) દ્વારા જાહેરાત કરવામાં આવી છે જ્યારે ટોરન્ટોમાં આવેલ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સંપર્કમાં પણ કેનેડા ઓથોરિટી છે.
-
Gujarat | Indian family that found dead near US-Canada border identified as residents of Dingucha village
— ANI (@ANI) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
"The family has decided to perform the last rituals in Canada," says Jashwant Patel, a relative of the family pic.twitter.com/kRl67575LC
">Gujarat | Indian family that found dead near US-Canada border identified as residents of Dingucha village
— ANI (@ANI) January 28, 2022
"The family has decided to perform the last rituals in Canada," says Jashwant Patel, a relative of the family pic.twitter.com/kRl67575LCGujarat | Indian family that found dead near US-Canada border identified as residents of Dingucha village
— ANI (@ANI) January 28, 2022
"The family has decided to perform the last rituals in Canada," says Jashwant Patel, a relative of the family pic.twitter.com/kRl67575LC
કેનેડાના વિઝાથી ભારત બહાર ગયા
મળતી માહિતી પ્રમાણે પટેલ પરિવારે ભારતમાંથી કેનેડા વિઝા પછી તેઓ કેનેડા ગયા હતાં અને ત્યારબાદ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેે પ્રવેશ કરી રહ્યા હતાં. ત્યારે અતિશય ઠંડીના કારણે તેઓનું મોત (Gujarati Death at Canada Border) નિપજયુ હોવાનું પણ પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામમાં 7,000ની વસતી જેમાંથી ત્રણ હજારથી વધુ લોકો અમેરિકા અને કેનેડામાં સ્થાયી થયેલા છે.
-
Canadian authorities confirm that all four who died at US-Canada border were Indians who belonged to one family. The next of kin of deceased informed. Deaths confirmed to exposure to outdoor elements. Our missions are working closely with Canadian authorities on probe: MEA pic.twitter.com/g3I0Pw1715
— ANI (@ANI) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Canadian authorities confirm that all four who died at US-Canada border were Indians who belonged to one family. The next of kin of deceased informed. Deaths confirmed to exposure to outdoor elements. Our missions are working closely with Canadian authorities on probe: MEA pic.twitter.com/g3I0Pw1715
— ANI (@ANI) January 28, 2022Canadian authorities confirm that all four who died at US-Canada border were Indians who belonged to one family. The next of kin of deceased informed. Deaths confirmed to exposure to outdoor elements. Our missions are working closely with Canadian authorities on probe: MEA pic.twitter.com/g3I0Pw1715
— ANI (@ANI) January 28, 2022
એનજીઓની મદદ લેવામાં આવશે
DGP અનિલ પ્રથમે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે અમેરિકા અને કેનેડાના એન્જિનિયરોની પણ ખાસ મદદ લેવામાં આવશે જ્યારે ગુજરાત પોલીસ દ્વારા કેનેડા ઓથોરિટી પાસેથી અમુક મુદ્દાઓ તપાસ માટે (Dingucha patel Family Death Case ) માંગ્યા છે જેમાં તેઓ ક્યારે કેનેડામાં આવ્યા હતાં, કોની મદદથી આવ્યા હતાં અને કેવી રીતે તેઓ કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરવાના હતાં સાથે જ જે એક એજન્ટની અમેરિકા અને કેનેડામાં ધરપકડ કરવામાં આવી છે તેના વિશે પણ માહિતી માંગવામાં આવી છે. તેઓ ગુજરાતમાં કયા એજન્ટના સંપર્કમાં હતાં તે બાબતે પણ ટૂંક સમયમાં તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?
પોલીસ કરશે હવે સ્પેશિયલ ડ્રાઇવ
ગુજરાતમાંથી અનેક ગામડાઓ ડોલરીયા ગામ તરીકે પ્રખ્યાત છે ત્યારે ગુજરાતમાં અનેક લોકોને વિદેશ જવાનો જ ખૂબ જ ક્રેઝ હોય છે અને ગમે તેમ કરીને તેઓ વિદેશ પહોંચતા હોય છે. ત્યારે ગેરકાયદે (Dingucha patel Family Death Case ) રીતે કોઈપણ વિદેશ જાય નહીં તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. જેમાં કોઈપણ લોકો આવી રીતે ગેરકાયદે (Canada US Border Gujarati Family Death) રીતે વિદેશમાં જઈ શકે નહીં. આ ઉપરાંત જે લોકો પણ વિદેશ લઇ જવા માટે ખોટું કામ કરી રહ્યાં હશે તેવા એજન્ટોને (Immigration Agents) પણ પોલીસ શોધીને તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરશે.