ETV Bharat / city

Vibrant Gujarat Summit 2022: CMની હાજરીમાં 12 કંપનીઓ સાથે 14,000 કરોડના MOU કરાયા સાઇન

author img

By

Published : Dec 6, 2021, 4:14 PM IST

Updated : Dec 6, 2021, 5:43 PM IST

આગામી તારીખ 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ મહોત્સવ(Gujarat Vibrant Summit) યોજાવાનો છે. આ મહોત્સવના ભાગરૂપે આજે વાઇબ્રન્ટની પ્રક્રિયાની ત્રીજી આવૃત્તિની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આજે 12 કંપનીઓ સાથે 14 હજાર કરોડથી વધુના MOU કરવામાં આવ્યા હતા(14,000 crore MOU signed with 12 companies).

Gujarat Vibrant Summit 2022: CMની હાજરીમાં 12 કંપનીઓ સાથે 14,000 કરોડના MOU કરાયા સાઇન

  • વાઇબ્રન્ટ મહોત્સવ પહેલા ત્રીજી આવૃતિમાં 14,165 કરોડના થયા MOU સાઇન
  • અત્યાર સુધી 3 આવૃતિમાં 50,000 કરોડથી વધુના MOU સાઇન કરાયા
  • MOU અંતર્ગત 90,000 લોકોને રોજગારી અપાશે

ગાંધીનગર: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ(Gujarat Vibrant Summit) આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આજે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં MOU સાઇન કરવામાં આવ્યા(MOU signed in the presence of cm) હતા. આજે 14,165 કરોડના MOU સાઈન કરાયા હતા. જોકે આ પહેલાની એ આવૃત્તિમાં એટલે કે અન્ય બે સોમવારમાં થયેલા MOU અંતર્ગત 22 નવેમ્બરે 25 જેટલી કંપનીઓ સાથે MOU સાઇન કરવામાં આવ્યા હતા અને 29 નવેમ્બરના રોજ 14 જેટલી કંપનીઓ સાથે MOU કર્યા હતા. આ પહેલા 38 હજાર કરોડના MOU સાઇન કરવામાં આવ્યા છે. હજારો યુવાનોને આ MOU અંતર્ગત આગામી સમયમાં થયેલી કામગીરી બાદ રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધી 50 હજાર કરોડથી વધુના MOU સાઈન કરાયા.

  • 12 કંપનીઓ સાથે MOU સાઇન કરવામાં આવ્યા તેનું લિસ્ટ
  1. સંધાર એન્જિનિયરિંગ પ્રાઇવેટ (બાઇક સીટ મેટલ પાર્ટ) 105 કરોડનું રોકાણ
  2. હિલ્ટી મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (હીરા ઉદ્યોગ) 250 કરોડનું રોકાણ
  3. ગુજરાત હીરા બુરઝ (ઇન્ટરનેશનલ જ્વેલરી બિઝનેસ હાઉસ) 850 કરોડ રોકાણ
  4. વેલીયન્ટ ઓર્ગનીક લિમિટેડ (કેમિકલ) 500 કરોડ રોકાણ
  5. શ્રી ગણેશ રમેડીઝ લિમિટેડ યુનિટ 5 (કેમિકલ) 150 કરોડ રોકાણ
  6. જય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (કેમિકલ ડાઉઝ) 1000 કરોડ રોકાણ
  7. એન.આર. અગ્રવાલ (પેપર બોર્ડ પેપર પ્રોડક્શન) 650 કરોડ રોકાણ
  8. વેલસ્પન મેટાલિકસ (કાચા લોખંડનુ ઉત્પાદન) 1000 કરોડ રોકાણ
  9. વિલાયત ફાર્મ (ફાર્મા ઉત્પાદન) 500 કરોડનું રોકાણ
  10. મેટર મોટર વર્કસ, (ઈલેક્ટ્રીક વાહનોનું, વીજસંગ્રહ) 1500 કરોડ રોકાણ
  11. એસઆરએફ લિમિટેડ (રસાયણનું ઉત્પાદન) 7500 કરોડ રોકાણ
  12. નોબલ હાઇજિન પ્રાઇવેટ લિમિટેડ (ડાયપર અને સેનેટરી નેપકીન) 160 કરોડ રોકાણ

MOU અંતર્ગત 90,000 લોકોને રોજગારી અપાશે

આજે થયેલા 12 જેટલી કંપનીઓ સાથેના MOU અંતર્ગત 25,000 લોકોને રોજગારી આપવામાં આવશે. આ પહેલા પણ સોમવારે બે આવૃત્તિમાં MOU થયા હતા જેમાં પણ 65,000 જેટલા લોકોને રોજગારી આપવામાં આવશે. એમ કુલ ત્રણ આવૃત્તિમાં થયેલા MOU અંતર્ગત કુલ 90,000 જેટલા લોકોને રોજગારી મળશે. આજે થયેલા MOU અંતર્ગત એકથી ચાર વર્ષની અંદર જુદા જુદા પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ કરાશે.

આ પણ વાંચો : Gujarat Vibrant Summit 2022: ગુજરાત યુનિવર્સિટી 100 ઇન્ટરનેશનલ અને નેશનલ કક્ષાના MOU કરશે સાઈન

આ પણ વાંચો : Vibrant Summit 2022: 10મી જાન્યુઆરીએ યોજાનારા વાઇબ્રન્ટ સમિટના ઠેર ઠેર બોર્ડ લાગ્યા

Last Updated : Dec 6, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.