ETV Bharat / city

ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-25 જાહેર, ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ બનશે: સીએમ વિજય રૂપાણી - Gandhinagar News

ગુજરાત રાજ્યની ટુરિઝમ પોલિસી પૂર્ણ થતા મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 2021થી 2025 સુધીની નવી ગુજરાત ટુરિઝમ પોલિસીની જાહેરાત કરી હતી.

ગુજરાત ટુરિઝમ પોલિસી
ગુજરાત ટુરિઝમ પોલિસી
author img

By

Published : Jan 12, 2021, 4:04 PM IST

  • સીએમ વિજય રૂપાણીએ ટુરિઝમ પોલીસિની કરી જાહેરાત
  • વર્ષ 2021-2025 સુધી યથાવત રહેશે ટુરિઝમ પોલિસી
  • ટુરિઝમ પોલિસીથી ગુજરાત ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ બનશે

ગાંધીનગર: ગુજરાત રાજ્યની ટુરિઝમ પોલિસી પૂર્ણ થતા મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વર્ષ 2021થી 2025 સુધીની નવી ગુજરાત ટુરિઝમ પોલિસીની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતના ટુરીઝમ ક્ષેત્રોને અને ઐતિહાસિક વિરાસતોને વધુમાં વધુ વિકાસ થાય અને વધુમાં વધુ લોકો ગુજરાતની મુલાકાતે આવે તે માટે એશિયાટિક લાયન ડાયનાસોર પાર્ક ગિરનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઉપરકોટ, નવીનીકરણ રાણીની વાવ, સોમનાથ, અંબાજી, દ્વારકા જેવા પ્રવાસન ધામમાં વધુમાં વધુ વિકાસ કરીને ગુજરાતને ગ્લોબલ ચોઇસ ફોર ટુરીઝમ બનાવવામાં આવશે.

ગુજરાત ટુરિઝમ પોલિસી
ગુજરાત ટુરિઝમ પોલિસી

નવી પ્રવાસન નીતિ 2021-25ના મુખ્ય મુદ્દાઓ

  • વોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્યની કલા સંસ્કૃતિ સાથે હસ્તકલા કારીગરની ચીજ-વસ્તુઓનું દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ પ્રમોશન કરાશે
  • ટુરીઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા હોટેલ કન્વેન્શન સેન્ટર-વેસાઈડ એમિનિટીઝ સહિતની સુવિધાઓ વિકસાવાશે
  • સ્થાનિક રોજગારી વૃદ્ધિ માટે ટુરિઝમ ગાઈડ નિયુક્ત કરવા સહકાર સહયોગ આપશે
  • હોટલ અને રિસોર્ટ તેમજ ટુરિઝમ ગાઈડ નિયુક્ત કરવા વ્યક્તિ દીઠ મહત્તમ રૂપિયા 4000 માસિક નાણા સહાય 6 મહિના સુધી આપવામાં આવશ
  • કેરેવાન ટુરિઝમ, મેડિકલ ટુરિઝમ, વેલનેસ પ્રિઝમ, હેરિટેજ ટુરીઝમ, ક્રુઝ રિવર ટૂરિઝમને વેગ આપવામાં આવશે
  • પ્રદૂષણ રહિત અને પર્યાવરણ પ્રવાસન સ્થળ નિર્માણ કરવા રાજ્ય સરકાર વિવિધ કેપીટલ સબસિડી આપશે
  • 15% કેપીટલ સબસિડી મહત્તમ રૂપિયા 2 લાખ સુધી આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે
  • ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન વિકસિત કરવા 25% કેપીટલ સબસિડી અપાશે
  • 20% કેપીટલ સબસિડી સાથે નિર્ધારિત કરેલા હાઇ પ્રાયોરિટી ટુરીઝમ સેન્ટર પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરાશે
  • એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ માટે 15 ટકા કેપીટલ સબસિડી મહત્તમ રૂપિયા 15 લાખ સુધી પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન અપાશે

કેટલા ટકા ટુરિસ્ટ ગુજરાત આવ્યાં ?

ગુજરાતમાં પ્રવાસનની વાત કરવામાં આવે તો વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા નવ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 15 ટકા CAGR ના દરે વધી રહ્યા છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યા 12 ટકાના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે, જ્યારે સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દૃષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.

નવી પોલિસીમાં વોકલ ફોર લોકલને પ્રાધાન્ય

કોરોનાની મહામારી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલને વધુ પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે ગુજરાત સરકારે નવી ટુરીઝમ પોલિસીમાં પણ કેન્દ્ર સરકારના વોકલ ફોર લોકલને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે જણાવ્યું હતું કે, ગુજરાત ટુરિઝમ પોલિસી 2021-25 દ્વારા ગુજરાતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતી અનોખી અને ઓછી એક્સપ્લોર થયેલી પ્રોડક્ટને પ્રમોશન કરવામાં આવશે. જ્યારે આ પોલિસી અંતર્ગત પ્રવાસન વિભાગ ગુજરાત સ્ટેટ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ સાથે પણ એમઓયુ કરશું.

ગુજરાતને પ્રદુષણ મુક્ત બનાવવાનું વિઝન

ગુજરાતની નવી ટુરિઝમ પોલિસીનો મુખ્ય હેતુ સ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે અને ગુજરાતને પ્રદૂષણ રહિત પ્રવાસન સ્થળ બનાવવાનો છે. આ બાબતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ પોલિસી હેઠળ વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. ઈ વિહિકલની ખરીદી પર 15 ટકા કેપીટલ સબસિડી ઇલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનું નિર્માણ કરવા માટે 25 ટકા કેપીટલ સબસિડી ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન મેળવવા માટે ચુકવેલી 50% રીએમ્બરસમેન્ટ, ટુર ઓપરેટર્સ માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવવા માટે ચુકવેલી 50% એવી રીએમ્બરસમેન્ટ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.