ગાંધીનગર: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ પોલીસ જવાનોએ ગ્રેડ-પે મામલે (gujarat police on grade pay) આંદોલન શરૂ કર્યું હતું અને ગુજરાત વિધાનસભાના પગથિયાંથી શરૂ થયેલ આંદોલન રાજ્યના તમામ જિલ્લાઓમાં ફેલાયું હતું. રાજ્ય સરકારે કમિટી 14 ઓગસ્ટના રોજ રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસના જવાનોને ગ્રેડ-પે નહીં પરંતુ એલાઉન્સ અને પેકેજ આપવાની જાહેરાત કરી છે, ત્યારે મહિના ના અંતે અચાનક જ ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પોલીસ કર્મચારીઓને લાભ લેવો હશે તેઓએ એફિડેવિટ (Affidavit for grade pay) કરવી પડશે.
પરિપત્રમાં ઉલ્લેખ: ગુજરાત રાજ્યના પોલીસ મહાન નિરીક્ષક વહીવટી બ્રજેશકુમાર ઝાની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યના પોલીસ કોન્સ્ટેબલરી સંવર્ગના કર્મચારીઓને ઠરાવમાં જણાવ્યા મુજબની જલદી શરતોને આધીન (Gujarat Police Grade Pay Rises) નાણાકીય લાભો મંજૂર કરવા જણાવેલ છે, જે બાબતથી જણાવ્યા મુજબ નિયત નમૂનાનું બાંહેધરી એફિડેવિટ સ્વરૂપે દરેક કર્મચારી પાસેથી વ્યક્તિગત લેવા માટેની સૂચના તમામ પોલીસવાળા પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં આપવામાં આવી છે.
આ પણ વાંચો: કેન્દ્રનો નિર્ણય, શિશુના મૃત્યુ બાદ પણ મહિલાઓને મળશે પ્રસૂતિ રજા
રોજ સવારે 10:00 કલાકે જે તે અધિકારીઓએ કેટલી એફિડેવિટ તેઓને પ્રાપ્ત થઈ કેટલી એફિડેવીટ સ્વરૂપે બાંહેધરીની સંખ્યાની અરજી પ્રાપ્ત થઈ છે, કેટલી હજુ મેળવવાની બાકી છે અને અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે, તે તમામ વિગત રોજ ગાંધીનગર મોકલવાની સૂચના પણ મોકલવામાં આવી છે.
જુના ભથ્થા રદ: જાહેર થયેલ બાંહેધરી પત્રકમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ લોકરક્ષક તરીકે જે પણ જિલ્લામાં ફરજ બજાવે છે, તે સ્પષ્ટ જણાવવું પડશે. આ ઉપરાંત સરકારના 29 ઓગસ્ટ 2022ના ઠરાવથી નાણા વિભાગના તારીખ 7 ઓગસ્ટ 1987ના ઠરાવ મુજબ આપવામાં આવતું સાયકલ એલાઉન્સ (police pay scale in gujarat ) તથા ગૃહ વિભાગના 15 જૂન 1979ના ઠરાવ મુજબ આપવામાં આવતું ખાસ વળતર ભથ્થું અને નાણા વિભાગના એક જુન 1988ના ઠરાવ મુજબ આપવામાં આવતું સ્પેશિયલ પે રદ કરવામાં આવેલ છે અને તેના બદલામાં અમોએ જાહેર સુરક્ષા પ્રોત્સાહન તરીકે જે તે રકમ આપવાનું નક્કી થયેલ છે.
આ પણ વાંચો: જાતીને કારણે ગ્રામજનોએ પ્રતિબંધ મૂક્યો, આંગણવાડી શિક્ષિકાએ નક્સો જ બદલી નાખ્યો
અમે રાજી ખુશીથી સ્વીકારવા તૈયાર છીએ અને જાહેર સુરક્ષા પ્રોત્સાહનની ફિક્સ રકમ પર અન્ય કોઈપણ પ્રકારના બધા અથવા તો લાભ મળવાપાત્ર થશે નહીં. જેથી અમોને તે જાણ છે અને તે બાબતે અમારો કોઈ વાંધો વિરોધ નથી. જ્યારે જાહેર સુરક્ષા પ્રોત્સાહનની ફિક્સ રકમ ઉપર અન્ય કોઈ પ્રકારના પત્તા કે લાભ મેળવવા અમે ભવિષ્યમાં કોઈ હક દાવો કરશું કરાવીશું કે ખાતાકીય રાહે કે અન્ય કોઈપણ રાહે માંગણી પણ કરીશું નહીં. તેવી બાંહેધરી આપીએ છીએ આવું સ્પષ્ટ બાંહેધરી પત્રમાં લખવામાં આવ્યું છે. સહી નામ અને તારીખ સાથે જે તે પોલીસ કર્મચારીએ તેમના ઉપરી અધિકારીને આપવાનું રહેશે.
-
આ બાંહેધરી પત્ર શું કહેવા માગે છે? આવી બાંહેધરી હોવી જોઈએ ખરી? સરકારને નમ્ર વિનંતી છે કે આનું યોગ્ય નિરાકરણ આપશો. @sanghaviharsh @Bhupendrapbjp @GujaratPolice pic.twitter.com/XlYDdCFclD
— Nilam Makwana (@NilamMakwana28) September 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">આ બાંહેધરી પત્ર શું કહેવા માગે છે? આવી બાંહેધરી હોવી જોઈએ ખરી? સરકારને નમ્ર વિનંતી છે કે આનું યોગ્ય નિરાકરણ આપશો. @sanghaviharsh @Bhupendrapbjp @GujaratPolice pic.twitter.com/XlYDdCFclD
— Nilam Makwana (@NilamMakwana28) September 1, 2022આ બાંહેધરી પત્ર શું કહેવા માગે છે? આવી બાંહેધરી હોવી જોઈએ ખરી? સરકારને નમ્ર વિનંતી છે કે આનું યોગ્ય નિરાકરણ આપશો. @sanghaviharsh @Bhupendrapbjp @GujaratPolice pic.twitter.com/XlYDdCFclD
— Nilam Makwana (@NilamMakwana28) September 1, 2022
નીલમ મકવાણાએ કર્યું ટ્વીટ: રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ કર્મચારીઓને એલાઉન્સની જાહેરાત કરવામાં આવી, ત્યારે હવે તેઓ ભવિષ્યમાં આ એલાઉન્સ ઉપર વધારાનો કોઈપણ પ્રકારની નાણાકીય અથવા તો અન્ય કોઈપણ ભઠ્ઠાની માંગ કરશે નહીં, તેવું પણ લેખિતમાં માંગવામાં આવી રહ્યું છે, ત્યારે આંદોલનના આગેવાન એવા નીલમ મકવાણાએ ટ્વિટ કરીને સવાલ કર્યા હતા કે, આ બાહેંધરી પત્ર શું કહેવા માંગે છે આવી બાંહેદરી હોવી જોઈએ કે નહીં સરકારને નમ્ર વિનંતી છે કે, આનું યોગ્ય નિરાકરણ આપશો જ્યારે આ ટ્વિટમાં તેઓએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીને પણ ટેગ કર્યા હતા.