ગાંધીનગર ગુજરાત વિધાનસભાના 2 દિવસીય સત્રમાં (gujarat assembly monsoon session) છેલ્લા દિવસે મહત્વનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. સત્રના અંતિમ દિવસે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2022 (Gujarat National Law University Amendment Bill) સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.
વ્યાપ વધારવા કેમ્પસ સ્થાપી શકાશે આ અંગે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (rajendra trivedi minister) જણાવ્યું હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (જી.એન.એલ.યુ) હવે (gujarat national law university gandhinagar) તેનો વ્યાપ વધારવા તેના નિયંત્રણ હેઠળનું રાજ્ય અને રાજય બહાર વધારાનું કેમ્પસ સ્થાપી શકશે. સાથે જ GNLUના નિયંત્રણ હેઠળની જનરલ કાઉન્સિલને આવા વધારાના કેમ્પસમાં નિયમન, વહીવટ અને સંચાલન કરવાની તમામ સત્તા રહેશે.
વકીલાતના કૌશલ્ય મેળવવા માટે પ્રોત્સાહન કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (rajendra trivedi minister) વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર (Gujarat Government) સમાજની પ્રગતિ માટે કાયદાકીય શિક્ષણ આપવાના મહત્વને માને છે. તેમ જ દેશના યુવાનોમાં રોજગારી ઊભી કરવાની તક તરીકે વકીલાતના કૌશલ્યો મેળવવા માટે પ્રોત્સાહન પણ આપે છે. નાગરિકો પોતાના હકો અને ફરજોથી માહિતગાર હોય તેવો સમાજ ઊભો કરવાના હેતુથી દેશના તમામ નાગરિકોને પરવડે તેવા અને સરળતાથી મેળવી શકાય તેવા ગુણવત્તાયુક્ત કાયદાકીય શિક્ષણને પ્રોત્સાહન આપવા પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.
રાજ્યની બહાર કેમ્પસ ઊભું કરવાની સત્તા રાજ્યપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં (rajendra trivedi minister) જણાવ્યું હતું કે, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી અધિનિયમ, 2003માં (Gujarat National Law University Amendment Bill) ગુજરાત રાજ્યની બહાર કેમ્પસ ઊભું કરવાની સત્તા આપતી કોઈ જોગવાઈ ન હોવાથી આ અધિનિયમની કલમ-3માં સુધારો કરવો જરૂરી હતો. આથી હવે ગુજરાતની અંદર અથવા બહાર આવેલા સ્થળોએ વધારાના કૅમ્પસ સ્થાપી શકાય. ગુજરાત વિધાનસભા ખાતે (gujarat assembly monsoon session) ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2022 સર્વાનુમતે પસાર કરાયું હતું.