- સ્ટેટ TB આંકમાં ગુજરાત રાજ્ય મોખરે
- વર્ષ 2022માં TB નેસ્ત નાબૂદ કરાવાનો સરકારનો નિર્ધાર
- વર્ષ 2025 સુધીમાં TB નાબૂદી માટે કેન્દ્ર સરકારનો સંકલ્પ
ગાંધીનગરઃ દેશમાં TB હારેગા, દેશ જીતેગાના સંકલ્પ સાથે વર્ષ 2025 સુધીમાં TBને જળમૂળથી નાબૂદી માટે કેન્દ્ર સરકાર સંકલ્પબદ્ધ છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી પણ આ સંદર્ભે અવરનેસ પ્રોગ્રામ, ટેસ્ટ વગેરે કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલા CB-NAAT અને TRUENAT મશીન દ્વારા ટેસ્ટીંગના ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે. જેથી વર્ષે મોટી સંખ્યામાં ટેસ્ટ કરીને સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી
સિવિલમાં જ વર્ષે 30 હજાર ટેસ્ટ કરવામાં આવે છે
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલા સ્ટેટ TB ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (STDC) ના ડાયરેક્ટર ડૉ. પ્રણવ પટેલે કહ્યું કે, દર વર્ષે સિવિલ હોસ્પિટલ સ્થિત સ્ટેટ TB સેન્ટરમાં 30 હજારથી વધુ TB સ્પેશીમેનના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી અત્યાધુનિક હાઇ-ટેક મશીનરીઓના ઉપયોગથી આવા દર્દીઓને ત્વરીત અને સચોટ પરિણામ મળી રહ્યાં છે.
આ પણ વાંચોઃ ટી.બી. મુક્ત પાટણ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ આપવામાં આવી રહી છે
રાજ્યમાં 1 લાખથી વધુ દર્દીઓના સ્પેશીમેન સેમ્પલ લેવાય છે. જેમાં દર વર્ષે ગંભીર TB રોગની સ્થિતી ઘરાવતા 3500 જેટલા દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અત્યંત મોંઘી બેડાક્યુલીન અને ડેલામેનીડ જેવી અસરકારક દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ક્ષય(TB)ના કેસમાં ગુજરાતભરમાં થયો આશ્ચર્યજનક ઘટાડો
નિ:ક્ષય પોષણ યોજનામાં ફક્ત રૂપિયા 500ની જ સહાય
TB ગ્રસ્ત દર્દીઓને પોષણ સહાય માટે નિ:ક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા 500ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. પરંતુ અત્યારના સમયને જોતા 500 રૂપિયાની સહાય ઓછી કહી શકાય.