ETV Bharat / city

રેમડેસીવીરને લઇ ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર - રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોર્ડીનેશનનો અભાવ - Gujarat High Court

રાજ્યમાં કોરોનાની મહામારીને લઇ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી કોરોના સુઓમોટો ઉપર સોમવારે સુનવણી હતી. આ સુનવણીમાં સરકારે રાજ્યના ગામડાઓમાં કરેલી વ્યવસ્થા, PHC -CHC માં ઉભી કરેલી વ્યવસ્થા, રેમડેસીવીરની ઉપલ્ભધતા, મ્યુકોમાઈકોસીસની વ્યવસ્થા વગેરે જેવા મુદ્દાઓ ઉપર સુનવણી કરી હતી.

hc
રેમડેસીવીરને લઇ ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર - રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોર્ડીનેશનનો અભાવ
author img

By

Published : May 17, 2021, 6:00 PM IST

  • હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક બબાતે કરી ટકોર
  • રાજ્યમા પરીસ્થિતિને લઈને કરવામાં આવી હતી સુનવણી
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોર્ડીનેશનનો અભાવ

ગાંધીનગર: ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો સુનવણી શરુ કરવામાં આવી હતી. સરકારના આયોજનના ભાગરૂપે રજૂકરાયેલા સૌગંદનામાની સામે સિનિયર વકીલોએ રજુવાત કરી. સિનિયર વકિલ પર્સી કાવીનાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે સરકાર પાસે આયોજન નથી અને લીડરશિપનો અભાવ છે. લીડરશીપ એવી જોઈએ કે જે આગામી સમયની સ્થિતિને સમજી પગલાં લઇ શકે, પણ એવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

સરકાર માત્ર પેચવર્કનું કામ કરે છે.

સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ કોર્ટમાં રજુવાત કરી હતી કે સરકાર માહિતી આપવામાં માત્ર પેચવર્કનું કામ કરી રહી છે. સુનવણી દરમિયાન જો કોઈ પ્રશ્ન થાય તો સરકાર માત્ર એ જ માહિતી આપે છે તેમણે આગળ જણાવ્યું હતું કે રિયલ ટાઈમ ઉપર માત્ર બેડની જ નહીં પણ તમામ માહિતી ડેશબોર્ડ ઉપર મુકાવવી જોઈએ. માત્ર કેટલા બેડ ખાલી એના કરતા ઓક્સિજનના બેડ, વેન્ટિલેટરના બેડની પણ માહિતી હોવી જોઈએ. ઘણી જગ્યાએ 25 બેડ છે પણ ત્યાં માત્ર બેડ છે. જ્યાં કોઈ MBBS ડોક્ટર નથી. સ્ટાફ નથી. માહિતી એટલે મેડિકલ સ્ટાફ, બેડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તમામ માહિતી ઉપલ્બધ હોવી જોઈએ.

રેમડેસીવીરની વ્યવસ્થાને લઇ કરાયા પ્રશ્નો

એડવોકેટ મિહિર ઠાકોરે જણાવ્યું કે કોઈ પણ દવા સમયે મળવી જરૂરી છે. હાલ રેમડેસીવીરનો આજે ઓર્ડર કર્યો તો બીજા દિવસે દવા મળે છે. બીજી તરફ એડવોકેટ પર્સી કાવીનાએ રજુવાત કરી હતી કે દર્દીઓને જયારે ડોક્ટર રેમડેસીવીર દવાની માંગ કરે છે તેઓ ગમે ત્યાથી વ્યવસ્થા કરે છે. અને પોલીસ તેમને બ્લેક માર્કેટિંગમાં પકડે છે. તેમના ઉપર FIR કરે છે.

ટેસ્ટિંગના ઘટાડા સામે સરકારનો હાઇકોર્ટમાં જવાબ

કોરોના સુઓમોટો સુનવણી દરમિયાન સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ ટેસ્ટિંગમાં ઘટાડાને લઇ કરેલા પ્રશ્નના જવાબમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કર્યું કે કદાચ લોકો જ ઓછી સંખ્યામાં ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. અમે ટેસ્ટિંગમાં ઘટાડો કર્યો નથી.

અમને માત્ર ઓન પેપર વાતવિકતા જાણવામાં રસ

ગુજરાત હાઇકોર્ટે સરકારને ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતની તૈયારીઓ કરી રહી છે. શું પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ છે. સરકારે જિલ્લાઓમાં કઈ રીતનું ઇન્ટ્રસ્ટ્રક્ચર પૂરું પાડ્યું તેની વાસ્તવિક સ્થિતિ જણાવે. શું આ બધુ માત્ર કાગળ ઉપર જ છે? કોર્ટના આ પ્રશ્નનો જવાબ આવતા એડવોકેટ જનરલે જણાવ્યું કે હાલ 26 યુનિવર્સીટીમાંથી 15 યુનિવર્સીટી RT-PCR ટેસ્ટ કરી રહી છે. 89 RT-PCR ટેસ્ટિંગ કામ કરી રહ્યા છે.

ગામડાઓમાં દરરોજ 3-4 લોકો મરી રહ્યા છે. - ગુજરાત હાઇકોર્ટ

જસ્ટિસ ભાર્ગવે સરકારને જણાવ્યું રોજ 3-4 લોકો મરી રહ્યા છે. ડેટા સમસ્યાનું સમાધાન નથી. જમીની વાસ્તવિકતા વધુ મહત્વ ધરાવે છે. ગ્રામ્ય લોકોમાં તેમના આરોગ્યને લઇ, કોરોના લક્ષણોને લઇ જાગૃતિ હોવી જોઈએ

જે લોકો ઇન્જેક્શનના અભાવે મર્યા છે તેમની જવાબદારી લેવાની હિંમત કોણ કરશે? - હાઇકોર્ટ

જોકે આ સામે કોર્ટે સરકારને પ્રશ્ન પૂછ્યો કે સરકાર એ જણાવે કે કેટલા ઈન્જેક્શનની જરૂરિયાત છે ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ પ્રશ્નનો જવાબમાંતમારી એફિડેવિટમાં કહેવાયું છે કે 1 કરોડ રેમડેસીવીરનું ઉત્પાદન વધ્યું છે. તો ગુજરાતને તેના વધારાના 9 હજાર ઇન્જેક્શન કેમ નથી મળ્યા ? જે લોકો ઈન્જેક્શનના અભાવે મૃત્યુ પામ્યા છે તેમની જવાબદારી લેવાની હિંમત કોણ કરશે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કોર્ડીનેશન જ નથી.

રાજ્યમાં કેટલા PHC અને CHC મેડિકલ સ્ટાફ, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, બેડ, દાવા સાથે કાર્યરત છે?

રાજ્યના ગામડાઓમાં વ્યવસ્થાને લઇ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે રાજ્યમાં કેટલા PHC અને CHC મેડિકલ સ્ટાફ, ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, બેડ, દાવા સાથે કાર્યરત છે? તેના જવાબમાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે અમે નવા સ્ટાફ, ડોક્ટર્સની ભરતી કરી છે. કોર્ટે સરકારને કહ્યું કે અમદાવાદમાં કોટેલાંક નોડલ અધિકારીઓને સંપર્ક કરવામાં આવ્યો પણ કોઈ ફોન ઉપાડતા નથી. જુદા જુદા દિવસોએ જુદા જુદા સમએ અધિકારીઓને ફોન કરવામાં આવ્યો પણ કોઈએ ફોન નથી ઉપાડતું. વધુમાં કોર્ટે અમદાવાદ મનપાને ટકોર કરી હતી કે હજી પણ મનપા દર એક કલાકે દેશબોર્ડ ઉપર ડેટા અપલોડ કરતી નથી. રાજ્યમાં કઈ કેટેગરીમાં કેટલા લોકોને વેક્સીન આપવામાં આવી તે માટેની માહિતી આપવા નામદાર કોર્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, બાલ સુધાર ગૃહ જેવા સંસ્થાઓને પણ વેક્સીન અને કોરોના કેર આપવામાં આવે.

મ્યુકોમાઈકોસીસની દવા ખાનગી હોસ્પિટલોને ઉપલ્બધ કરાવવામાં આવે

મ્યુકોમાઈકોસીસ બીમારીની દવા પણખાનગી હોસ્પિટલમાં ન મળતી હોવાની ફરિયાદો અંગે પણ કોર્ટમાં ચર્ચા કરવામાં આવી. આ દવા રાજ્યના 33 જિલ્લાઓની ખાનગી હોસ્પિટલને દવા મળતી નથી. આ મુદ્દે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે તમે ખાનગી હોસ્પિટલને મ્યુકોમાઈકોસીસના ઈન્જેક્શન ઉપલ્બધ કરાવે. મ્યુકોમાઈકોસીસની દાવા તાત્કાલિક ખાનગી હોસ્પિટલ સુધી પહોંચતી થાય અને દવા લોકોને સસ્તા ભાવે મળે તે માટેની રજુવાત એડવોકેટ આનન્દ યાજ્ઞિકે કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે એક ઇન્જેક્શન 7 હજારનું મળે છે. તો જેમની પાસે પૈસા ન હોય તેમને તો દવા મળશે જ નહી. બીજી તરફ એડવોકેટ અમિત પંચાલે કોર્ટમાં રજુવાત કરી હતી કે મ્યુકોમાઈકોસીસને કોરોનાની જેમ ટેમ્પરરીલી ગુજરાત પબ્લિક હેલ્થ 2009 એક્ટના કાયદા હેઠળ નોટીફાઈડ કરવામાં આવે. હરિયાના એ પહેલા થી જ આ બીમારિને નોટીફાઈડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.