- નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર
- 10,117 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
- બેલેટ પેપરથી મતદાન કરાય તે માટે ચૂંટણી પંચેનું આયોજન
ગાંધીનગરઃ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની (Election of Gram Panchayats) ઘણા સમયથી રાહ જોવાતી હતી. ચૂંટણી પંચે ડિસેમ્બરના 3 જા અઠવાડિયામાં ચૂંટણી માટે આયોજન કર્યુ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીને (Election of Gram Panchayats) લઈને સરકારે લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને ધ્યાનમાં લેતા આજે ચૂંટણીપંચ દ્વારા આ અંગે કરવામાં આવી છે. જેમાં આજથી આચારસાહિતા લાગુ પડશે. 19 ડિસેમ્બરે મતદાન, 20 ડિસેમ્બરે પુનઃ મતદાન અને 21 ડિસેમ્બરે મતગણતરી જાહેર કરવામાં આવી છે. તો 24 ડિસેમ્બરે આચાર સાહિતા પૂર્ણ થશે.
આ પણ વાંચો- ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક શરૂ, વિધાનસભા ચૂંટણી અને સરકારની ઉપલબ્ધિઓ પર ચર્ચા
1 લાખ જેટલા EVMની આ ચૂંટણીમાં જરૂર પડતી હોવાથી બેલેટ પેપરથી થશે મતદાન
આ ચૂંટણીમાં બેલેટ પેપરનો (Ballot paper) ઉપયોગ કરવામાં આવશે. એક લાખ જેટલા EVMની આ ચૂંટણીમાં જરૂર પડશે. આટલી મોટી સંખ્યામાં ચૂંટણી પંચ (Election Commission) પાસે EVMની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. અત્યાર પૂરતા આટલા EVM પણ હયાત નથી. તેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે, બેલેટ પેપરથી (Ballot paper) ચૂંટણી થાય. એ પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે (State Government) પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને (Election of Gram Panchayats) લઈને જ તૈયારીઓ શરૂ કરી છે.
ગામ સમરસ થાય તે પ્રકારનું સંગઠનનું આયોજન
ભારતીય જનતા પાર્ટીનું સંગઠન (Organization of the Bharatiya Janata Party) પ્રયત્ન કરી રહ્યું છે કે વધુમાં વધુ સમરસ પંચાયતો થાય અને ચૂંટણી ન યોજાય. ભાજપશાસિત ગ્રામ પંચાયતો (BJP-ruled gram panchayats) પણ એ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. જોકે, જે ગામ સમરસ થાય છે. એ ગામને વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, જે ગામોમાં એકતા વધુ હોય છે અને સરપંચના કામો વધુ સારા હોય છે. તે ગામો વધુ સમરસ થતાં હોય છે. બીજી તરફ ચૂંટણી પંચે (Election Commission) પણ સંપૂર્ણ તૈયારીઓ બહુ પહેલાથી હાથ ધરી હતી.
આ પણ વાંચો- મતદાર યાદીમાં સુધારણા માટે મહિનાના માત્ર ચાર દિવસ કરાશે કામ
18, 19 અને 20 નવેમ્બરે યોજાઇ આત્મનિર્ભર ગ્રામ યાત્રા (Aatmanirbhar Gram Yatra)
રાજ્ય સરકારે 18, 19 અને 20 નવેમ્બરે આત્મનિર્ભર ગ્રામ યાત્રા (Aatmanirbhar Gram Yatra)નું આયોજન કર્યું હતું જે ખાસ કરીને આ કાર્યક્રમો ગ્રામ પંચાયતની ચૂંટણીને (Election of Gram Panchayats) ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 10,000 જેટલી ગ્રામ પંચાયતો (Gram Panchayats) છે. જેમાં 835 જેટલા ખાતમુહૂર્ત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા (Aatmanirbhar Gram Yatra) દરમિયાન કરવામાં આવ્યા હતાં.