ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સંક્રમણ સામેની સમગ્ર દેશની લડાઇમાં સહયોગી થઇને માનવતાના આ કાર્યમાં દેશવાસીઓ વધુને વધુ આગળ આવે તેવી પ્રેરક ભાવના સાથે પોતાના વિવિકાધિન ફંડમાંથી વડાપ્રધાનના રાહત ફંડ PM CARES - Prime minister ' s Citizen Assistance and Relief in Emergency Situations Fundમાં રૂ. 25 લાખ અને મુખ્યપ્રધાનના રાહત ફંડમાં રૂ .25 લાખ એમ કુલ મળીને રૂ.50 લાખની સહાયની જાહેરાત કરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું છે કે કોરોનાની મહામારીના સામના માટે સમગ્ર દેશ અને ગુજરાતના નાગરિકોની સેવા અને સહકારની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની જહેમતના પરીણામે શ્રેષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ સામેની સમગ્ર રાષ્ટ્રની આ લડાઇમાં સૌ નાગરિકો ઉદાર હાથે સહયોગ આપી નાગરિક ધર્મ બજાવે તેવી અપીલ પણ આ તકે રાજ્યપાલે કરી છે.
કોરોના સામેની લડાઈમાં ગુજરાતના રાજ્યપાલે કરી રૂ.50 લાખની સહાય
ચીનના વુહાનથી પ્રસરેલો કોરોના વાઈરસ વિશ્વના 195 દેશોમાં ફેલાયો છે. ભારતમાં કોરોના પોઝિટિવ 1197 કેસ નોંધાયા છે, અને 35 લોકોના મૃત્યું થયા છે. તેમજ ગુજરાતમાં 69 કેસ છે, અને 6 લોકોના મોત થયા છે. દિનપ્રતિદિન કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતે રૂપિયા 50 લાખની સહાય જાહેર કરી છે.