ETV Bharat / city

ખખડધજ રસ્તાઓને રીપેર કરવા માટે રાજ્ય સરકારનું મહાઅભિયાન, 12 કલાકમાં જ મળી 7000થી વધુ ફરિયાદ - કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી

રાજ્યમાં ગામડાઓ અને શહેરોના અનેક રસ્તાઓ વર્ષોથી ખખડધજ હાલતમાં છે. ત્યારે આવા માર્ગોને ફરીથી પ્રજા માટે રીપેર કરવા માટે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ 'માર્ગ મરામત મહાઅભિયાન' શરૂ કર્યું છે, જે અંતર્ગત 10 ઑક્ટોબર સુધી રાજ્યના તૂટેલા રસ્તાઓને ઠીક કરવામાં આવશે.

12 કલાકમાં જ મળી 7000થી વધુ ફરિયાદ
12 કલાકમાં જ મળી 7000થી વધુ ફરિયાદ
author img

By

Published : Sep 23, 2021, 7:59 PM IST

  • માર્ગ અને મકાન વિભાગનું 'માર્ગ મરામત મહાઅભિયાન'
  • તૂટેલા રસ્તાઓને રીપેર કરવા માટે કેબિને પ્રધાન પૂર્ણેશ મોદીએ કરી જાહેરાત
  • 10 ઑક્ટોબર સુધી રાજ્યના તૂટેલા રસ્તાઓ રીપેર કરવામાં આવશે
  • વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો, જેમાં તૂટેલા રસ્તાની વિગતો મોકલવાની રહેશે

ગાંધીનગર: રાજ્યમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ તૂટી ગયા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ સોમવારના રોજ તૂટેલા રોડ રસ્તાનું રીપેરીંગ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને 1 ઑક્ટોબરથી 10 ઑક્ટોબર વચ્ચે રાજ્યના તમામ રસ્તાઓ મોટરેબલ થઈ જશે તેવી જાહેરાત કરી છે. આ માટે સ્પેશિયલ એક પોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં રોડ-રસ્તા ખરાબ હોય અને મરામત કરવાની હોય તેવા રોડના ફોટો વિસ્તાર, તાલુકા, જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર, મોબાઈલ નંબર અને સરનામા સાથેની વિગતો રાજ્ય સરકારને મોકલવાની રહેશે. ત્યારબાદ 12 કલાકની અંદર જ 7 હજાર જેટલી અરજીઓ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે.

માર્ગ મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો નંબર

સોમવારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જાહેરાત બાદ મંગળવારના રોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક WhatsApp નંબર જાહેર કર્યો છે જેમાં જે પણ રસ્તાઓ વરસાદને કારણે તૂટી ગયા અથવા બિસ્માર હાલતમાં હોય તેની ફોટા સાથે રાજ્ય સરકારમાં ફરિયાદ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

7000 જેટલી ફરિયાદ મળી

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નંબર પર ફક્ત 12 કલાકની અંદર જ કુલ 7000 જેટલી ફરિયાદો રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ છે. કેટલાક રસ્તાઓ 55 વર્ષથી બિસ્માર હાલતમાં છે તેવી પણ ફરિયાદો મળી છે, ત્યારે આ ફરિયાદો હજુ 30 તારીખ સુધી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે અને 1 ઑક્ટોબરથી 10 ઓક્ટોબર રોડ રીપેરીંગનું મહા અભિયાન શરૂ કરવામાં આવશે.

ફરિયાદો અધિકારીને મોકલવામાં આવી

આ તમામ ફરિયાદોને ધ્યાનમાં લઇને જવાબદાર અધિકારીને મોકલવામાં આવી છે, જેમાં રોડના કિલોમીટર પ્રમાણે અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે.

વધુ વાંચો: રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો કરનાર ધારાસભ્ય પૂર્ણેશ મોદી બન્યા પ્રધાન

વધુ વાંચો: નવરાત્રી અને દિવાળીને લઇ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાલી આવી, કોરોનાના કેસો ઘટતાં ખરીદી નીકળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.