- રાજ્યમાં ફૂડ & ડ્રગ્સ વિભાગની તપાસ
- શ્રાવણ માસમાં ફરાળી વસ્તુમાં ભેળસેળ કરતા વેપારીઓ સામે તંત્રની લાલ આંખ
- રાજ્યમાં કુલ 217 જેટલા શંકાસ્પદ નમૂના લેવાયા
- 2 લાખનો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
ગાંધીનગર: શ્રાવણ માસની શરૂઆત થતાં જ અમુક વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ફરાળી વસ્તુઓમાં ભેળસેળ કરીને ઉપવાસ કરતાં લોકોની શ્રદ્ધા સાથે ચેડા કરતાં હોય છે ત્યારે રાજ્યમાં તહેવારો દરમ્યાન આવી કોઈ પણ ઘટના ન ઘટે તેને માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 217 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
ક્યાંથી કેટલા સેમ્પલ લેવામાં આવ્યા
રાજ્યમાં શ્રાવણ માસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તમામ જગ્યાએ રેડ પાડીને શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એસ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ 217 જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે. જેમાં સુરતમાં 38, વડોદરામાં 14, અમદાવાદમાં 5 અને રાજકોટમાંથી 11 જેટલી જગ્યાએથી નમૂનાઓ લેવામાં આવ્યા અને તેઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે.
સુરતમાં 2 લાખ ટન માલ જપ્ત કર્યો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં શ્રાવણ માસ દરમિયાન વધુ નફો કમાવવા માટે વેપારીઓ અનેક પ્રકારની ભેળસેળ કરતા હોય છે ત્યારે સુરતના સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી સવા બે લાખની કિંમતનો અખાદ્ય વસ્તુઓને જપ્ત કરીને તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્વામીનારાયણ ગૃહ ઉદ્યોગમાંથી બે ટન પણ માલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ભૂતકાળમાં પણ સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગ પર દરોડા પાડી માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજગરાના લોટમાં મિક્સ થાય છે ઘઉંનો લોટ
વેપારીઓની વધુ નફો કમાવવાની મોડ્સ ઓપરેડન્સી બાબતે એચ.જી.કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજગરાનો જે લોટ હોય છે તેની કિંમત વધુ હોય છે જેથી વધુ નફો કમાવવા માટે વેપારીઓ ઘઉંનો લોટ મિક્સ કરતા હોય છે જ્યારે ઘઉંના લોટની કિંમત હોય છે ત્યારે આમ ફરાળી લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરીને શ્રાવણ માસમાં ઉપવાસ કરતાં લોકોની ધાર્મિક લાગણીઓ વેપારી દુભાવે છે આવી ઘટનાઓને રોકવા માટે પણ એક જ સ્પેશિયલ ડ્રાઇવ યોજાઇ હતી જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને કોર્પોરેશન વિસ્તારોમાંથી 217 જેટલા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે.