ગાંધીનગર રાજ્યના મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ અને ઢોરના હૂમલાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા તેમજ અકસ્માત થયા અને સરકાર દ્વારા કોઈ પગલા લેવાયા ન હતા. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારની રખડતાં ઢોર બાબતે ઝાટકણી કાઢવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કડક નિયમ લાવવામાં આવશે. તેવી બાંહેધરી ગુજરાત હાઈકોર્ટમાં આવી હતી. 31 માર્ચ 2022ના રોજ વિધાનસભાગૃહમાં હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ બિલ (Cattle Control Bill) બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. પણ માલધારી સમાજના વિરોધ અને નારાજગીને (Protests and resentments of Maldhari Community) ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર વિધાનસભા ગૃહના ચોમાસા સત્રમાં બિલ પરત ખેંચશે.
રાજ્યપાલ બિલ પરત મોકલશે ગુજરાત વિધાનસભાના બજેટ (Gujarat Assembly Budget) સત્રમાં શહેરી વિસ્તાર નિયંત્રણ બિલ સરકારે બહુમતીથી પસાર કર્યું હતું. બિલ રાજ્યપાલને મોકલી આપ્યું હતું. પરંતુ જે રીતે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બિલને રાજ્ય સરકારે 15 દિવસની અંદર જ અટકાવી દીધું હતું. હવે મળતી માહિતી પ્રમાણે ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યપાલ આ બિલ ગુજરાત વિધાનસભામાં પરત મોકલશે. ત્યારબાદ ખાસ ઠરાવ કરીને બિલને પરત ખેંચવામાં આવશે.
માલધારી સમાજ કર્યું હતું શક્તિ પ્રદર્શન ઢોર નિયંત્રણ બિલને ધ્યાનમાં લઈને માલધારી સમાજ દ્વારા શેરથા ખાતે એક મોટું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. રાજ્ય સરકાર જો વિધાનસભા ગ્રુપમાં બિલ પરત નહીં ખેંચે તો વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન થશે. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જ્યારે 21 સપ્ટેમ્બર 2022ના રોજ ગુજરાતના પશુપાલકો દૂધની સપ્લાય (Gujarat Milk supply to cattle farmers) નહીં કરે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
શુ હતો નવો કાયદો ગુજરાત વિધાનસભામાં ગુજરાત શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નગરપાલિકાઓમાં આ કાયદો લાગુ કરશે. જેમાં ઢોર માલિકોએ લાયસન્સ લેવું ફરજિયાત રહેશે. આ સાથે જ લાયસન્સવાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂક કરીને તે સમયસર ચકાસવામાં પણ આવશે. જ્યારે લાયસન્સમાં વસ્તુઓ રાખવા શા કારણથી રાખવા તે પણ દર્શાવવું પડશે.
લાયસન્સ માટેની શું રહેશે અરજી લાયસન્સ માટેની વાત કરવામાં આવે તો જ્યારે આ કાયદો આરંભ થશે. તેની તારીખથી અથવા કોઈ વ્યક્તિ ઢોર મેળવે. તે તારીખથી 90 દિવસની મુદતની અંદર વ્યક્તિએ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવી પડશે. જ્યારે લાયસન્સ રીન્યુ કરાવવા માટે લાયસન્સ પૂરું થાય તે પહેલા 60 દિવસની અંદર અરજી કરવાની રહેશે લાઇસન્સની અંદર ઢોર રાખવાની અરજીમાં સ્થળ ઢોરની સંખ્યા, પીવાના ધોવાના અને સફાઈ માટેના પાણી પુરવઠાની વ્યવસ્થા (Water supply Facility), પાલન પોષણની વ્યવસ્થા, ગર્ભાવસ્થા દરમિયાનની વ્યવસ્થા, આમ તમામ વિષય વસ્તુઓ જોડવાની રહેશે,
15 દિવસ સુધીમાં ઢોરને ટેગ કરવું ફરજિયાત આ ઉપરાંત તમામ મહત્ત્વના દસ્તાવેજો સાથે ફી ભરીને અરજી કર્યા બાદ સમય મર્યાદાની અંદર અધિકારી દ્વારા લાયસન્સ આપવામાં આવશે. જ્યારે લાયસન્સ મેડવાના 15 દિવસ સુધીમાં ઢોરને ટેગ કરવું ફરજિયાત (Cattle tagging is mandatory) કરવામાં આવ્યું છે. જો કોઈ વિગતો કે દસ્તાવેજ ખોટો આપવામાં આવશે તો અધિકારી લાયસન્સ રદ કરી દેવામાં આવશે.
હેરફેર માટેના નિયમો કાયદામાં ફેરફાર માટેની વાત કરવામાં આવતા કોઈપણ વ્યક્તિએ સ્થાનિક સત્તામંડળની પૂર્વ મંજૂરી વિના અને પરવાનગી શરતો અનુસાર હોય તે સિવાય કતલખાના માટે હોય તે સિવાય બહારથી કોઈ ઢોરને આ નિયમ હેઠળ જાહેર થયેલા કોઈ શહેરી વિસ્તારમાં લાવવાના રહેશે નહીં. જ્યારે કોઈપણ કિસ્સામાં તમામ તો જ મહત્વ વાહનોમાં હેરફેર કરવાની રહેશે. પ્રતિબંધિત કરેલા વિસ્તારમાંથી કોઈપણ ટોચની હેરફેર કરવી અથવા તો તેને પસાર કરવાના રહેશે નહીં.
પ્રતિબંધિત વિસ્તાર તરીકે રદ કરી શકશે જો આવું કરવામાં આવશે તો કાયદા પ્રમાણે ગુનો ગણાશે, જ્યારે પ્રતિબંધિત વિસ્તારમાં કોઇ પણ પ્રકારનો લાયસન્સ આપવામાં આવશે નહી. જય રાજ્ય સરકાર ગમે તે સમયે કોઈપણ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી શકશે અથવા તો પ્રતિબંધિત વિસ્તાર તરીકે રદ કરી શકશે.
અધિકારીઓની જવાબદારી કાયદાનું પાલન થાય તે માટે અમુક અધિકારીઓની નિમણુક પણ કરવામાં આવશે. ઇન્સ્પેક્ટરની ખાસ જવાબદારી પણ કાયદામાં જણાવવામાં આવી છે. જેમાં ઇન્સ્પેક્ટર તમામ વ્યાજબી સમયે લાયસન્સ ધરાવતી જગ્યાઓમાં તમામ ભાગોમાં મુક્ત રીતે પ્રવેશ કરી શકશે. જ્યારે લાયસન્સ આપતી વખતે અધિકારી ઢોર રાખવાની જગ્યાની વ્યવસ્થાની ખાતરી કરી શકશે. જય અધિકારી રોગચાળાનો ફેલાવાના કિસ્સામાં લાયસન્સવાળી જગ્યાઓમાંથી તમામ વસ્તુઓ દૂર કરવી તથા તમામ દીવાલો હોય તો તોડવી અને છત સાફ કરવી અને દીવાલ ધોવી સાથે જ તમામ આદેશ કરવામાં આવે તેવી સત્તામાં પણ આપવામાં આવી છે.
લાયસન્સ ધારક અધિકારી વિરુદ્ધ કરી શકે છે અપીલ લાયસન્સ શાખાના અધિકારી (Licensing Branch Officer) અથવા ઇન્સ્પેક્ટરના હુકમથી નારાજ થયેલા કોઈ વ્યક્તિ તેવો હુકમ મળ્યાના 30 દિવસની અંદર સત્તામંડળને અપીલ કરી શકે છે. જ્યારે અમુક કિસ્સામાં જો અપીલકર્તાઓને અટકાવવામાં આવે તો 30 દિવસની મુદત પૂરી થયા પછી પણ અપીલ કરી શકે છે.
કેટલા રૂપિયાના દંડની જોગવાઈ કાયદામાં દંડની જોગવાઈની વાત કરવામાં આવે તો પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલા કોઈ વિસ્તારમાં અથવા તેના ભાગમાં ઢોલ રાખે તો તેવી વ્યક્તિને દોષી ઠેરવીએથી વધુમાં વધુ એક વર્ષ સુધીની કેદ અથવા પાંચ હજાર રૂપિયાથી ઓછી નહીં, પરંતુ વધુમાં વધુ 20 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઇ અથવા તો બંને કરવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જ્યારે રીઢા ગુનેગારોને દોષિત ફરીથી વધુમાં વધુ બે વર્ષ સુધી અથવા એક લાખ રૂપિયાની પહોંચી નહીં. વધુ પાંચ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
ઢોર દીઠ બે હજાર રૂપિયાનો દંડ જ્યારે ધરપકડથી ટીમોના પીછો કરતી અથવા દેખરેખ રાખતી અથવા તો તેમને પહોંચવા વિશે બીજાને જાણ કરવા માટેની કોઈ પ્રવૃત્તિ કરવામાં આવશે. તેવા વ્યક્તિ વિરુદ્ધમાં વધુ 6 મહિના સુધીની કેદ અથવા 20,000 રૂપિયા ઓછા નહીં, પરંતુ વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોઈ તેજ વિનાનું ઢોલ મળી આવે તો ઢોર દીઠ બે હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે.
ઘાસચારા બાબતે પણ દંડની જોગવાઈ ઘાસચારાની વાત કરવામાં આવે તો ઘાસચારાના વેચાણ માટે દિલ્હી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પહેલી વાર ગુનેગારને એક હજાર રૂપિયાથી ઓછી નહીં, પરંતુ વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા દંડ અને બીજી વાર જાહેરમાં ગુનો બનશે. પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પરંતુ 25 હજારથી વધુનો દંડ વસૂલ કરવામાં આવશે. આમ જાહેરમાં ઘાસચારા બાબતે પણ દંડની જોગવાઈ કરવામાં આવી છે.
હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી ટકોર ગુજરાતમાં જાહેર રસ્તા પર રખડતા જોવા મળ્યા છે. હાઇકોર્ટ દ્વારા પણ રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ રખડતાં ઢોર બાબતે તમામ કોર્પોરેશનના મેયર અને અધિકારીઓને ટકોર કરી હતી. આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.