ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું (Gujarat Government Cabinet Meeting ) છે. જેમાં ચૂંટણી પહેલા બધા મુદ્દાઓને થાળે પાડવા માટે એજન્ડા ઘડાશે. બુધવારે સવંતસરીની જાહેર રજા હોવાના કારણે એક દિવસ પહેલાં મંગળવારે સવારે 10:00 કલાકે યોજવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. કેબિનેટ બેઠક (Gujarat Government Cabinet ministry) માં કર્મચારીઓના આંદોલન રખડતા ઢોર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં સંભવિત કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જોકે, હકીકત એવી પણ છે કે, રાજ્યભરમાં રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.
આ પણ વાંચોઃ રેલવે કૉલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો, કહ્યું ફી વધારો છતાં સુવિધામાં મીડું
રખડતા ઢોરનો પ્રશ્નઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઢોર પકડવા બાબતે કડક અમલીકરણની સૂચના રાજ્ય સરકારને આપવામાં આવી છે. રાજ્ય સરકારને પણ આ અંગે કોર્ટે ટકોર કરી હતી. આ ઉપરાંત વિધાનસભામાં ઢોર પશુ નિયંત્રણ બિલ જે પસાર કરવામાં આવ્યું હતું. તેની કોપી પણ હાઇકોર્ટમાં મંગાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે અને રાજ્ય સરકારનું આયોજન રખડતા ઢોરોને રસ્તાઓ પરથી કઈ રીતે દૂર કરવામાં આવે તે બાબતની ચર્ચા પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે તે અઠવાડિયાની બેઠકમાં રાજ્ય સરકારે તમામ તાલુકા જિલ્લામાં અને મહાનગરપાલિકામાં ઢોરવાડા બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે તે પ્રોજેક્ટનું રીવ્યુ પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે. પણ આ બેઠક બાદ જે તે તંત્રને શું આદેશ અપાય છે એના પર સૌની નજર છે.
સુરક્ષાની સમીક્ષાઃ રાજ્યમાં 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાલુકાઓમાં અને શહેરોમાં દસ દિવસ સુધી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અગાઉ પણ રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા વીડિયો કોન્ફરન્સ યોજીને સુરક્ષાની સમીક્ષા કરી છે. કેબિનેટ બેઠકમાં ફરીથી આ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના અંબાજીના મેળા સહિતના કાર્યક્રમ બાબતે પણ સુરક્ષાની દ્રષ્ટિએ સમીક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ AAPએ સંગઠનની ચોથી યાદી જાહેર કરી, 2100 લોકોને સોંપવામાં આવી જવાબદારી
મોદીની મુલાકાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઈને દર મહિને ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અલગ અલગ ઝોનમાં મોટા મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે આગામી સમયમાં સંગઠન દ્વારા એક લાખની એકઠી કરીને યુવા સંમેલનનું આયોજન ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સરકારે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ કયા સ્થળે કાર્યક્રમ યોજી શકાય તે બાબતની ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
બજેટની જોગવાઈઃ ગુજરાત વિધાનસભામાં ભુપેન્દ્ર પટેલની સરકારે રજૂ કરે બજેટમાં તમામ બજેટની યોજનાઓ અને નવી યોજનાઓનો અમલીકરણ થાય અને લોકોને નવી સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય તે બાબતની આયોજન અને ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસોની જ વાર છે ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. તાત્કાલિક ધોરણે બજેટમાં કરાયેલ અગત્યની અને મહત્વની યોજનાઓનો અમલીકરણ બાબતની પણ ચર્ચા કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન સામેની રોમાંચક જીત બદલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે
લંપી કેસ બાબતે આયોજનઃ રાજ્યના 22 જિલ્લાઓમાં લંપી વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને આરએમપી વાયરસ સરકારના માથા ના દુખાવો સમાન બની રહ્યો છે અને વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે વિરમપી વાયરસના કેસ કઈ રીતે નીચે આવે અને તમામ જિલ્લાઓમાં લાંબી વાયરસ કંટ્રોલમાં આવે તે બાબતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.